પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા છે. પીએમ મોદી એક દિવસીય મુલાકાત પર છે. તેમણે અહીં આર. જે શંકરા નેત્ર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. મહત્વનું છે કે પીએમ વારાણસી સહિત દેશભરમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, રમતગમત, ધર્મ, પર્યટન, રોજગાર, આવાસ, ઉડ્ડયન સંબંધિત 6611.18 કરોડ રૂપિયાના 23 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારે આરજે શંકરા નેત્ર હોસ્પિટલ કેવી છે કેટલા ખર્ચે આ હોસ્પિટલ બની તે વિશે જાણીએ.


[[$googlead]]

શંકરા આઇ હોસ્પિટલનું પીએમ મોદીના હસ્તે ઉદ્ગાટન

કાશીમાં શરૂ થનારી શંકરા આંખની હોસ્પિટલમાં દર વર્ષે 30 હજાર લોકો (આર્થિક રીતે નબળા) સર્જરી કરાવશે. 300 થી વધુ બેડ ધરાવતી આ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓને કન્સલ્ટેશનની સાથે આઈપીડી અને ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ થશે. આ હોસ્પિટલનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થતા જ વારાણસી અને આસપાસના જિલ્લાઓમાંથી આવતા લોકોને તેનો લાભ મળવા લાગશે. હરહુઆથી બાબતપુર રોડ પર શંકરા આઈ ફાઉન્ડેશનની આ 14મી હોસ્પિટલ હશે. હઆશરે રૂ. 110 કરોડના ખર્ચે બનેલ આ હોસ્પિટલ નવ ઓપરેશન થિયેટરો સહિત આંખના દર્દીઓની તપાસ અને સારવાર માટેની તમામ સુવિધાઓ પૂરી પાડશે. બાળકોની આંખની તપાસ માટે નેત્ર ચિકિત્સાની સુવિધાથી સજ્જ મોબાઈલ વાન પણ છે.

[[$alsoread]]


આ સુવિધાઓ ઉપલબ્ધ

દેશભરના 10 થી વધુ રાજ્યોમાં સેવાઓ પૂરી પાડતી શંકરા આઈ હોસ્પિટલ આંખોને લગતી તમામ સુપરસ્પેશિયાલિટી સેવાઓ પૂરી પાડશે. લગભગ 1.26 લાખ ચોરસ ફૂટમાં બનેલી આ હોસ્પિટલમાં મોતિયા, કોર્નિયા, રેટિના, ગ્લુકોમા, ચાઈલ્ડ ઓપ્થેલ્મોલોજી, ઓક્યુલોપ્લાસ્ટી, ડાયાબિટીસ રેટિનોપેથી ક્લિનિક પણ ચલાવવામાં આવશે. શંકરા આઈ બેંક દ્વારા કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવશે.

અધિકારીએ શું કહ્યું?

શંકરા આંખની હોસ્પિટલ શરૂ થયા બાદ દર વર્ષે 30 હજાર દર્દીઓની આંખના વિનામૂલ્યે ઓપરેશન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત મોબાઈલ વાન દ્વારા આંખની તપાસ સહિતની અન્ય સુવિધાઓ પણ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે. તેમ ડો.સંદીપ ચૌધરી, CMOએ જણાવ્યું હતું.


  • Follow us on: