• પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો
  • લાભાર્થીઓના ખાતામાં પહોંચશે 2 હજાર
  • કાશીના પ્રવાસે છે પીએમ મોદી
પીએમ મોદી લોકસભાની ચૂંટણીમાં જીત બાદ તેઓ પહેલી વાર આજે વારાણસી જઇ રહ્યા છે. અહીં તેઓ ગંગા આરતી, કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરવાના છે. આ ઉપરાંત ખેડૂતોને પણ સંબોધન કરવાના છે. ત્યારે વારાણસીથી પીએમ મોદી PM કિસાન યોજના હેઠળ જાહેર થનારા 17મો હપ્તો રિલીઝ કરશે.

સીધો ખાતામાં જશે હપ્તો
પીએમ મોદી દ્વારા કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી ખેડૂતોને સંબોધિત કરશે અને યોજના સાથે જોડાયેલા 9.30 કરોડ પાત્ર ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો પણ ટ્રાન્સફર કરશે. લાભાર્થીઓને 2,000 રૂપિયા મળશે અને આ પૈસા સીધા તેમના બેંક ખાતામાં પહોંચશે. હપ્તો જાહેર કર્યા પછી પીએમ મોદી સ્વ-સહાય જૂથોના 30 હજારથી વધુ સભ્યોને પ્રમાણપત્ર પણ આપશે જેમને કૃષિ સખીઓ તરીકે તાલીમ આપવામાં આવી છે.

KKC કરશે લોન્ચ
PM નરેન્દ્ર મોદી કાશીથી ડિજિટલ કિસાન ક્રેડિટ કાર્ડ (KKC) લોન્ચ કરશે અને ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા ઉત્પાદનો જોવા માટે સ્ટોલની મુલાકાત લેશે અને 21 પ્રગતિશીલ ખેડૂતોને પણ મળશે.

કાર્યભાર સંભાળતા જ લીધો હતો નિર્ણય
PM મોદીએ પ્રધાનમંત્રી પદનો કાર્યભાર સંભાળતા જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કરવા માટેની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. ફાઈલ પર હસ્તાક્ષર કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળવાની પ્રથમ ફાઈલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોવી જોઈએ. અમે આવનારા દિવસોમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે હજુ વધુ કામ કરવા માંગીએ છીએ. 
  • Follow us on: