PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો આગામી 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં રિલિઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી બિહારના ભાગલપુરથી 19મો હપ્તો દેશભરના 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરશે. આ યોજના ખાસ કરીને ખેડૂતોને આર્થિક મદદ કરવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી. પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ઓક્ટોબર 2024માં જાહેર કરવામાં આવ્યો હતો.
યોજનાનો લાભ લેવા માટે KYC કરાવવું ફરજિયાત
ખેડૂતોની આવક વધારવા માટે સરકાર આ યોજના હેઠળ દર 4 મહિને દરેક લાભાર્થીને 2,000 રૂપિયાની ચૂકવણી કરે છે. વર્ષ દરમિયાન 3 અલગ અલગ હપ્તામાં કુલ 6,000 રૂપિયા સીધા ખેડૂતોના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 19મો હપ્તો ફક્ત તે ખેડૂતોને જ આપવામાં આવશે, જેમણે KYC સબમિટ કરાવ્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે સરકારે KYC કરાવવું ફરજિયાત બનાવી દીધું છે.
PM કિસાનનો 19મો હપ્તો બિહારના ભાગલપુરથી જાહેર કરાશે
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરમાં એક કાર્યક્રમમાં પીએમ કિસાનનો 19મો હપ્તો રજૂ કરશે. અહીં 9.8 કરોડ ખેડૂતોને કુલ 22,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. તે જ સમયે, 18મા હપ્તામાં લાભાર્થીઓની સંખ્યા 9.6 કરોડ હતી. PM કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ અત્યાર સુધીમાં કુલ 3.46 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા છે અને આવતા અઠવાડિયે 19મો હપ્તો જાહેર થયા પછી આ રકમ વધીને 3.68 લાખ કરોડ રૂપિયા થઈ જશે.
પીએમ કિસાન યોજનાનું સ્ટેટ્સ આ રીતે ચેક કરો
- સૌ પ્રથમ તમે પીએમ કિસાન યોજનાના સત્તાવાર પોર્ટલ pmkisan.gov.in પર જાઓ.
- આ પછી, હવે તમે Know Your Status ના વિકલ્પ પર ક્લિક કરો.
- આ પછી એક નવી વિન્ડો ખુલશે.
- હવે તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે.
- આ પછી તમારે Get OTP પર ક્લિક કરવાનું રહેશે.
- OTP દાખલ કરતાની સાથે જ તમને તમારું સ્ટેટસ દેખાશે.