ખેડૂતોને મદદ કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, તેમાંથી PM કિસાન યોજના ખેડૂતો માટે ખુબ જ ખાસ છે. 9.7 કરોડ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ટૂંક સમયમાં 20મો હપ્તો જમા થવાનો છે. આ પહેલા 24 ફેબ્રુઆરી 2025ના રોજ 19મો હપ્તો જમા કરવામાં આવ્યા હતો. જેમાં ડીબીટી દ્વારા 9.7 કરોડ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં 22,000 કરોડ રૂપિયાની રકમ મોકલવામાં આવી હતી.
આ પ્રોસેસ પૂર્ણ નહીં કરો તો પૈસા જમા થતાં થઈ જશે બંધ!
જોકે, કેટલાક ખેડૂતો એવા છે જેમના બેન્ક એકાઉન્ટમાં આ રકમ પહોંચતી નથી, તેની પાછળનું કારણ એ છે કે ખોટો આધાર નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અથવા e-KYCની પ્રોસેસ પૂર્ણ ના કરવાને કારણે ખેડૂતોને આ યોજનામાં મળતી રકમનો લાભ મળતો નથી. જો તમે પણ એવા ખેડૂતોમાંના છો જેમના બેન્ક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થતો નથી તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તમને જણાવી દઈએ કે તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે, ત્યારબાદ ત્યાં માગવામાં આવેલી માહિતી અને તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સામાન્ય છે કે નહીં. આ સમય દરમિયાન તમારે તમારો આધાર નંબર અને બેન્ક એકાઉન્ટ નંબર ચેક કરવો જોઈએ. આ માટે તમારે આ કેટલાક સ્ટેપ્સનું પાલન કરવું પડશે.
સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
સૌથી પહેલા તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ. ત્યારબાદ હોમ પેજની જમણી બાજુએ 'ફાર્મર્સ કોર્નર' વિભાગ પર ક્લિક કરો. પછી ફાર્મર્સ કોર્નર વિભાગમાં 'લાભાર્થીનું સ્ટેટસ' ના વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારા રાજ્ય, જિલ્લો અને ગામ સહિત અન્ય જાણકારી દાખલ કરો. વિગતો ભર્યા પછી 'રિપોર્ટ મેળવો' પર ક્લિક કરો. હવે તમારી સામે એક લિસ્ટ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો. જો નામ ન હોય તો 'ફાર્મર્સ કોર્નર' વિભાગમાં જાઓ અને વિગતો ભરો.
ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે
પીએમ કિસાન યોજના સંબંધિત વધુ માહિતી માટે તમે સત્તાવાર ઇમેઇલ આઈડી [email protected] પર પણ સંપર્ક કરી શકો છો. તમે પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. આવી સ્થિતિમાં જો તમે આ યોજના માટે લાયક છો અને તમારી તમામ વિગતો યોગ્ય રીતે ભરી છે તો તમને 20મો હપ્તો સરળતાથી મળી જશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં 4 મહિનાના અંતરે 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે.