- તેલંગણાના નિર્મલમાં પીએમ મોદીએ સંબોધી રેલી
- પીએમ મોદીએ BRS સરકાર પર કર્યા પ્રહાર
- પીએમ મોદીએ હળદર બોર્ડ રચનાની કરી જાહેરાત
પીએમ મોદી તેલંગણાના પ્રવાસે છે. તેલંગણામાં ચૂંટણીને લઇને તેઓ એકબાદ એક સભા સંબોધી રહ્યા છે. ત્યારે નિર્મલમાં પીએમ મોદીએ સભા સંબોધી. તેમણે સંબોધન કરતા તેમણે
ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પર જોરદાર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે KCRની આગેવાની હેઠળની સરકાર ગરીબોની દુશ્મન છે.
નિર્મલ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તેલંગાણામાં અમારી સરકાર છે જે ફાર્મહાઉસમાં રહે છે અને ગરીબોને ઘર નથી આપતી. કેસીઆર ગરીબોના દુશ્મન છે અને તેમના ઘરો પકડી રાખ્યા છે. પરંતુ હું વચન આપું છું. તેલંગાણામાં બીજેપીની સરકાર બનતાની સાથે જ ગરીબોને આ મકાનો તરત જ આપવામાં આવશે. આ મોદીની ગેરંટી છે. પીએમ મોદીએ બીઆરએસ સરકાર પર ગરીબોના વિકાસની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો અને જણાવ્યું કે ભાજપ તેલંગાણાના ગરીબોની ચિંતા કરે છે. પરંતુ બીઆરએસ સરકાર રાજ્યમાં ગરીબો માટેના વિકાસના કામ પર બ્રેક લગાવે છે.
હળદર બોર્ડની રચના કરવાની જાહેરાત
PM મોદીએ નિર્મલ ખાતે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરવાની જાહેરાત કર હતી. તેમણે કહ્યું કે ભાજપે નિઝામાબાદને હળદરનું શહેર બનાવવાનું અને અહીંની હળદરને GI ટેગ આપવાનું વચન આપ્યું છે. તેનાથી હળદરના ખેડૂતોને ઘણો ફાયદો થશે. પીએમ મોદીએ BRS પર નિર્મલના રમકડા ઉદ્યોગને નષ્ટ કરવાનો આરોપ પણ મૂક્યો હતો અને કહ્યું હતું કે આજે જ્યારે ભારત રમકડાની નિકાસમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, ત્યારે BRS નિર્મલના રમકડા ઉદ્યોગને નષ્ટ કરવામાં વ્યસ્ત છે. એકવાર અમે સત્તામાં આવ્યા પછી અમે ફરીથી કાયાકલ્પ કરવાનું અભિયાન શરૂ કરીશું.