- પીએમ મોદી હાલ ઉત્તરાખંડના રુદ્રપુરમાં
- સીએમ ધામી સહિત રાજકીય આગેવાનો હાજર
- પીએમ મોદી સંબોધી રહ્યા છે જનસભા
પીએમ મોદી આજે ઉત્તરાખંડ અને રાજસ્થાનના પ્રવાસે છે. ત્યારે તેઓ સૌ પ્રથમ ઉત્તરાખંડ પહોંચ્યા હતા. અહીં રુદ્રપુરમાં જનસભા સંબોધી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યુ કે દેવભૂમિ ઉત્તરાખંડ માટે ભાજપનો પ્રેમ અને લાગણી જાણીતી છે. આપણે ઉત્તરાખંડનો વિકાસ કરીને તેને આગળ લઈ જવાનું છે. આ માટે કેન્દ્રમાં ભાજપની સરકાર છે. સરકાર કોઈ કસર છોડી રહી નથી.
ત્રીજી મોટી આર્થિક શક્તિ બનશે ભારત- પીએમ મોદી
તેમણે વધુમાં જણાવ્યું કે મોદીએ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ખાતરી આપી છે. ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિનો અર્થ એ છે કે લોકોની આવક, નોકરીની તકો વધશે અને ગામડાઓ અને શહેરોમાં સુવિધાઓ વધશે.
ઇરાદો સારો તો પરિણામ પણ સારુ- પીએમ મોદી
પીએમ મોદીએ ઉત્તરાખંડમાં થયેલા વિકાસના કાર્યો તથા મોદીની ગેરંટી અંગે વાત કરતા વિપક્ષ પર કટાક્ષ કર્યો કે "નિયત સહી તો નતીજે ભી સહી. તેમણે કહ્યું કે જ્યારે ઇરાદો સારો હોય ત્યારે પરિણામ પણ સારા જ મળે છે.
આ તો માત્ર ટ્રેલર છે- પીએમ મોદી
PM મોદીએ સંબોધન દરમિયાન વધુમાં જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં જે કંઈ પણ થયું છે તે માત્ર ટ્રેલર છે, હજુ ઘણી લાંબો સફર કાપવાનો છે. તેમણે કહ્યું કે મોદીનો જન્મ મોજ-મસ્તી કરવા માટે નહીં, પણ મહેનત કરવા માટે થયો છે. 10 વર્ષમાં જે વિકાસ થયો છે તે માત્ર ટ્રેલર છે. અત્યારે આપણે દેશને ખૂબ આગળ લઈ જવાનો છે.
ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વધુ કાર્યવાહી થશે: PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે દેશભરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમણે વિપક્ષ પર નિશાનો સાધતા કહ્યું કે આપણે કહીએ છીએ કે ભ્રષ્ટાચાર હટાવો પણ તેઓ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારીઓને બચાવો. આ સાથે જ તેમણે જનતાને સવાલ પૂછ્યો હતો કે શું ભ્રષ્ટાચાર હટાવવો જોઇએ કે નહી, આવા લોકોને જેલમાં મોકલવા જોઇએ કે નહી, તેમણે કહ્યું કે આ દેશનો અવાજ છે. અને મોદી તમારી દરેક અવાજને સાંભળે છે. પરંતુ મને ગમે તેટલી ગાળો આપવામાં આવે, ગમે તેટલા આરોપો લગાવાવમાં આવે પરંતુ મોદી તેમની ધમકી અને ગાળોથી ડરનાર નથી. દરેક ભ્રષ્ટચારી સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે હવે ત્રીજા ટર્મ માટે થોડા જ મહિનાઓ રહ્યા છે. ત્રીજી ટર્મમા ભ્રષ્ટાચાર વિરુદ્ધ વધુ કાર્યવાહી થશે તે મારી ગેરંટી છે. હું ગરીબ, મધ્યમ વર્ગના હક હડપવા નહી દઉ તે મારી ગેરંટી છે.
વીજળી આજીવિકાનો આધાર બનશે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમારી પાર્ટીની સરકારે ઉત્તરાખંડના દરેક ઘરમાં લોકોને સ્વાભિમાન સાથે જીવવાનો અધિકાર આપ્યો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હવે અમે ઉત્તરાખંડના લોકોને મફત વીજળી યોજનાની મદદ આપવા જઈ રહ્યા છીએ. આનાથી લોકોના ઘરોમાં વીજળી બિલ ઝીરો આવશે આવક પણ થશે. વીજળી આજીવિકાનો આધાર બનશે.









