• PM મોદી આજે બિહારના પ્રવાસે
  • ગયામાં પીએમ મોદી કરી રહ્યા છે સંબોધન
  • ફિર એકબાર મોદી સરકારના નારાથી સંબોધનની કરી શરૂઆત

લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી એક બાદ એક રાજ્યમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. ત્યારે બિહારના ગયામાં પીએમ મોદી ચૂંટણી સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તમારા આશીર્વાદથી હું અહીં પહોંચ્યો છું.

3 કરોડ ગરીબોને ઘર મળશે- પીએમ મોદી

[[$googlead]]

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે અમારી પાસે એક જ પવિત્ર વ્યવસ્થા છે અને તે છે આપણું સંવિધાન. જે આપણા માટે પવિત્ર છે. સંવિધાન નિર્માતાઓનું સપનું હતું કે ભારત સમૃદ્ધ બને. પરંતુ દશકો સુધી દેશ પર રાજ કરનારી કોંગ્રેસ મોકો ચૂકી ગઇ. દેશવાસીઓને ગરીબીમાંથી બહાર નીકળ્યા છે તો એ છે ભાજપની સરકાર. દશકો સુધી ગરીબોને મકાન અને રોટીના સપના દેખાડ્યા. ગરીબોને સન્માન પૂર્વક જીવન ભાજપા સરકારે આપ્યું છે. ગરીબો માટે 3 કરોડના ઘર બનાવવામાં આવશે એ મોદીની ગેરંટી છે. આગામી 5 વર્ષ સુધી મુફત અનાજ મળશે તે મોદીની ગેરંટી છે. 70 વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે. કિસાન સન્માન નિધિ આજે પણ યથાવત રહેશે.

[[$alsoread]]

પાટણને પીએમ મોદીએ કર્યુ યાદ

અમારા એજન્ડામાં વિકાસ અને વિરાસત છે. ગયા અને ઓરંગાબાદના ખેડૂતોને સિંચાઇનો ફાયદો થશે. દેશના 12 પ્રાચીન ઐતિહાસિક ધરોહરમાં ગયાજીનો સમાવેશ કરવામાં આવ્યો. ગયા પિતૃશ્રાદ્ધ સ્થળ છે. અહીં ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થઇ હતી. ઓછા લોકો જાણે છે કે પાટણ જિલ્લાને સિદ્ધપુરને માતૃગયા કહેવાય છે. અમારી સરકાર આ તમામ સ્થળોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ભારતની વિરાસતને વર્લ્ડ હેરિટેજ મેપ પર લઇ જશે. ગયાજીને પણ તે ઊંચાઇએ પહોંચાડીશું. જેનાથી ગ્લોબલ ટુરિસ્ટ ભારત આવશે.

શક્તિનો નાશ કરનારાનું શું થશે ખબર છે?- PM મોદી

રામનવમીના અવસર પર પીએમ મોદીએ કહ્યું કે 17 એપ્રિલે સૂર્યના કિરણો રામમંદિરના મસ્તિષ્ક પર વિશેષ અભિષેક કરશે. પણ ઇન્ડિ ગઠબંધને પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ ઠુકરાવી દીધુ. પીએમ મોદીએ કહ્યું કે આ આપણા દેશના સંસ્કાર અને પરંપરા નથી. આ ઘમંડી ગઠબંધનના એક નેતાએ કહ્યુ અમે શક્તિના ઉપાસક છે. આજે નવરાત્રિનો આઠમો દિવસ છે. શું શક્તિનો કોઇ વિકાસ કરી શકે છે. જે લોકો શક્તિનો વિનાશ કરે છે તેનું શું થાય છે ? તેઓ સનાતન ધર્મને ડેંગુ મલેરિયા કહી રહ્યા છે. આ સનાતનનું અપમાન છે. તમારા પર કોઇ ફોર્સ નથી તમે માનો ન માનો એ તમારી મરજી. આ અમારા પૂર્વજો અને ઋષિમુનિઓનું અપમાન છે. આ લોકો એક પણ સીટ જીતવા યોગ્ય છે ?

આરજેડીએ બિહારને આપ્યું શું ?

આરજેડીએ બિહારને બે જ વસ્તુ આપી. એક જંગલરાજ અને બીજો ભ્રષ્ટાચાર. બિહારમાં અપહરણ અને ખંડણી ઉદ્યોગ બની ગયો હતો. ગયા જેવા વિસ્તારોમાં નક્સલી હિંસાની આગ જોવા મળતી હતી. આર જેડીએ બિહારના પરિવારોને બિહાર છોડીને જવા મજબૂર કરી દીધા. આજે તેમનો ખેલ દેશ જોડે રમી રહ્યા છે, હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરુ તો મારા વિરુદ્ધ બોલવા લાગે છે.

લાલટેનથી મોબાઇલ ચાર્જ થશે?

PM મોદીએ આરજેડી પર કટાક્ષ કરતા કહ્યું કે મારા બિહારના યુવાનો સ્માર્ટ છે. શું યુવાનો લાલટેનથી મોબાઇલ ચાર્જ થાય ખરા ? આમ કહીને આરજેડી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે આ સરકાર બિહારના નીતિશ કુમારની યોજનાઓને પોતાની યોજના કહી રહ્યા છે.


  • Follow us on: