- લોકસભાના સ્પીકર બન્યા ઓમ બિરલા
- પીએમ મોદીએ પાઠવી શુભકામના
- કહ્યું બીજી વખત સ્પીકર બનવા બદલ શુભકામના
લોકસભાના સ્પીકર પદે ફરી એકવાર ઓમ બિરલા નિયુક્ત થયા છે. આજે સદનની કાર્યવાહીના ત્રીજા દિવસે લોકસભાના અધ્યક્ષ પદની ચૂંટણી થઇ હતી. જેમાં વિપક્ષના ઉમેદવાર કે સુરેશ સામે જીત મેળવી છે.ત્યારે આ અંગે પીએમ મોદીએ ઓમ બિરલાને શુભકામના પાઠવી હતી. તેઓએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે પાછળના 5 વર્ષનો અનુભવ કામ આવશે.
તમારા પાસેથી એક સાંસદ તરીકે શીખવા જેવુ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષમાં તમે અમને બધાનું માર્ગદર્શન કરશો. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નમ્ર અને સારી રીતે ચાલનાર વ્યક્તિ સફળ માનવામાં આવે છે. બીજી વખત સ્પીકરનો કાર્યભાર મળતા અમે નવા રેકોર્ડ બનતા જોઈ રહ્યા છીએ. બલરામ જાખડજીને તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી સ્પીકર તરીકેની જવાબદારી મળી. આ પછી તમને જ આ તક મળી છે. તમે જીતીને આવ્યા છો, તમે નવો ઈતિહાસ રચ્યો છે. આપણામાંથી મોટાભાગના સાંસદો તમારાથી પરિચિત છે. એક સાંસદ તરીકે તમે જે રીતે કામ કરો છો તે પણ જાણવા અને શીખવા લાયક છે.
PM મોદીએ ઓમ બિરલાની કરી પ્રશંસા
પીએમ મોદીએ કહ્યું કે ઓમ બિરલાએ સુપોષિત મા અભિયાન ચલાવ્યુ છે. તેમણે પોતાના મત ક્ષેત્રમાં સુપોષિત મા અભિયાન પર ભાર આપ્યો છે. આ ઉપરાંત માનવ સેવાના ઉત્તમ કામો ઓમ બિરલાએ કર્યા છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે તમે નિયમિત રીતે ગરીબોને જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડો છો. યુવાનોને રમતમાં પ્રોત્સાહન આપવાનું કામ કરો છો.









