• વિરાસત ટેક્સને લઇને પીએમ મોદીએ કર્યા પ્રહાર
  • પીએમ મોદીએ કોંગ્રેસ પર લગાવ્યો આરોપ
  • પોતાની મિલકત બચાવવા કોંગ્રેસે વિરાસત ટેક્સ નાબૂદ કર્યો- પીએમ મોદી

લોકસભા ચૂંટણીની વચ્ચે પ્રોપર્ટીની વહેંચણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું હતું, જેના પર હવે વિવાદ ઊભો થયો છે. તેમના નિવેદન પર ભાજપ આક્રમક બની ગયું છે. ત્યારે મધ્યપ્રદેશના મુરૈનામાં પીએમ મોદીએ સભા સંબોધન દરમિયાન એક ખુલાસો કર્યો હતો.

પોતાની સંપત્તિ બચાવવા કોંગ્રેસે ટેક્સ રદ કર્યો- પીએમ મોદી

[[$googlead]]

પીએમ મોદીએ મુરૈનામાં સભા સંબોધતા જણાવ્યું કે આજે હું પહેલીવાર દેશ સમક્ષ એક રસપ્રદ તથ્ય રજૂ કરવા માંગુ છું. જ્યારે દેશના પ્રધાનમંત્રી ઇન્દિરાગાંધી આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેમના બાદ તેમની મિલકત હતી, જે સંપત્તિ  હતી તે તેમના બાળકોને મળવાની હતી. પરંતુ પહેલા કાયદો એવો હતો કે પહેલા સરકાર તેનો હિસ્સો લઇ લેતી હતી. તે સમયે તેમના પુત્ર રાજીવ ગાંધી માટે તેઓ જે સંપત્તિ આપવાના હતા તે લખીને ગયા હતા. પણ સરકારમાં હિસ્સો આપવો ન પડે તે માટે પોતાની મિલકત બચાવવા તત્કાલિન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ અગાઉનો વિરાસત કાયદો નાબૂદ કરી દીધો હતો.

[[$alsoread]]

કોંગ્રેસે વિરાસત ટેક્સ નાબૂદ કરી દીધો- પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસે જ્યારે પોતાના પર આવ્યુ તો તેઓએ વિરાસત ટેક્સ હટાવી દીધો. અને હવે ફરીથી સત્તા પર આવવા માટે તેઓ ફરીથી તે ટેક્સ લાવવા માંગે છે. 4 પેઢીઓની અખૂટ ધનદોલત મેળવીને તમારા જેવા સામાન્ય માનવીની વિરાસત, તમારી કમાણી કે જે તમે બચાવીને રાખી છે તેની પર ટેક્સ લગાવીને વહેંચણી કરી દેવા માંગે છે. એટલે જ દેશ કહી રહ્યો છે કે કોંગ્રેસની લૂંટ જિંદગી પછી અને પહેલા પણ.


  • Follow us on: