- PM મોદીએ સંદેશખાલીની પીડિતા સાથે કરી વાત
- બશીરહાટમાંથી રેખા પાત્રાને ભાજપે આપી છે ટિકિટ
- PM મોદીએ રેખા પાત્રાને શક્તિ સ્વરૂપા કહ્યા
પીએમ નરેન્દ્ર મોદીએ બશીરહાટના બીજેપી ઉમેદવાર અને સંદેશખાલી પીડિતોમાંથી એક રેખા પાત્રાને ફોન કર્યો હતો. પીએમ મોદીએ પ્રચારની તૈયારીઓ, ભાજપ માટે લોકોના સમર્થન સહિતની વિવિધ મુદ્દા પર કરી હતી. . રેખા પાત્રાએ સંદેશખાલીમાં મહિલાઓએ સહન કરવી પડતી અગ્નિપરીક્ષાની વિગતો આપી હતી. પીએમ મોદીએ રેખા પાત્રાને શક્તિ સ્વરૂપા પણ કહ્યા હતા.
બીજેપીએ આપી બશીરહાટથી ટિકિટ
મહત્વનું છે કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ સાથે અસભ્ય ઘટના બની હતી. ત્યારે ઘણા દિવસોથી ચર્ચામાં રહેલી આ સીટ હેઠળ આવતી બસીરહાટ લોકસભા સીટ પર ભાજપે રેખા પાત્રાને ટિકિટ આપી હતી. . રેખા પાત્રા એ મહિલાઓમાંની એક છે જણે ટીએમસી નેતા શાહજહાં શેખના દુષ્કૃત્યોનો પર્દાફાશ કર્યો હતો.તે સંદેશખાલી ચળવળનો મુખ્ય ચહેરો હતા.
શેખ શાહજહાંના દુષ્કૃત્યોનો કર્યો પર્દાફાશ
રેખા પાત્રાએ શાહજહાં પર તેમની જમીન હડપ કરવાનો અને જાતીય સતામણીનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે આ મામલો ગરમાતા ટીએમસીએ શેખને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 14થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.









