• પીએમ મોદી હાલ બેઠા છે ધ્યાનમાં
  • 1 જૂન સુધી પીએમ મોદી ધરશે ધ્યાન
  • PM Modiની 33 વર્ષ જૂની તસવીર વાયરલ

પીએમ મોદી લાંબા ચૂંટણી પ્રચાર બાદ આજથી કન્યાકુમારીમાં 2 દિવસ ધ્યાન કરી રહ્યા છે. વ્યાપક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેઓ હાલ ધ્યાનમાં મગ્ન છે. ત્યારે પીએમ મોદીની એક તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. શું છે તે તસવીર પાછળ પીએમ મોદીનું કનેક્શન આવો જાણીએ.

33 વર્ષ જૂની તસવીર વાયરલ

[[$googlead]]

પીએમ મોદીની 33 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ 11 ડિસેમ્બર 1991ની એકતા યાત્રાની તસવીર છે. જે કન્યાકુમારીના પ્રતિષ્ઠિત વિવેકાનંદ રોક મેમોરિયલથી શરૂ થઈને કાશ્મીરમાં સમાપ્ત થઈ હતી. વાયરલ તસવીરમાં નરેન્દ્ર મોદી અને પાર્ટીના દિગ્ગજ નેતા ડો. મુરલી મનોહર જોશી સાથે જોવા મળી રહ્યા છે. બંને નેતાઓ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપતાં જોઈ શકાય છે. એકતા યાત્રા ડિસેમ્બર 1991માં કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી હતી અને 26 જાન્યુઆરી 1992ના રોજ શ્રીનગરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને સમાપ્ત થઈ હતી.

[[$alsoread]]

એકતા યાત્રામાં હતા પીએમ મોદી

મહત્વનું છે કે એકતા યાત્રાનું નેતૃત્વ ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયે પીએમ મોદી ભાજપના એક સામાન્ય કાર્યકર હતા. તેમણે એકતા યાત્રાના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ યાત્રાનો ઉદ્દેશ્ય વિશ્વને એક મજબૂત સંદેશ આપવાનો હતો કે ભારત આતંકવાદી શક્તિઓ સામે મજબૂત અને એકજુથ થઈને ઊભું રહેશે. 14 રાજ્યોમાં ફેલાયેલી આ યાત્રાએ લોકોને ખૂબ પ્રભાવિત કર્યા અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે દેશની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી.

વિપક્ષે ઉઠાવ્યો હતો વિરોધ

ત્યારે હાલમાં પીએમ મોદી લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થતા હાલ કન્યાકુમારીમાં ધ્યાન ધરી રહ્યા છે. તેઓ વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમમાં ધ્યાન ધરી રહ્યા છે જે દરમિયાન આ 33 વર્ષ જૂની તસવીર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના પ્રવાસના કાર્યક્રમની જાણકારી મળતા જ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ આ મુદ્દે પોતાની રાજનીતિ તેજ કરી દીધી હતી. કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચના દરવાજા પણ ખટખટાવ્યા છે.


  • Follow us on: