• PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત
  • PM મોદીએ પુતિનને અભિનંદન પાઠવ્યા
  • રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બદલ પાઠવ્યા અભિનંદન
રશિયાના પાંચમીવાર રાષ્ટ્રપતિ બનવા પર પીએમ મોદીએ વ્લાદિમીર પુતિનને ફોન પર વાત કરીને શુભકામના પાઠવી છે. સાથે સાથે પીએમ મોદીએ રશિયાના મૈત્રીપૂર્ણ લોકોને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભકામના પાઠવી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે રાજદ્વારી ભાગીદારી અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે ભારત અને રશિયાના કૂટનીતિના પક્ષમાં ભારતની નિરંતર સ્થિતિનો પુર્નરુચ્ચાર કર્યો હતો.

પીએમ મોદીએ કર્યુ ટ્વિટ
પીએમ મોદીએ ટ્વિટર પર અભિનંદન પાઠવતા લખ્યું કે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી અને તેમને રશિયન ફેડરેશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ભારત-રશિયા આગામી વર્ષોમાં વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિસ્તૃત કરશે અને સાથે મળીને કામ કરશે. આ માટે બંને દેશોમાં સમજૂતી થઈ છે.


રશિયાની ચૂંટણીના પરિણામો પછી પીએમ બોલ્યા

પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે બંને નેતાઓ સંપર્કમાં રહેવા માટે સંમત થયા છે. તમને જણાવી દઈએ કે આ પાંચમી વખત છે જ્યારે પુતિન રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. હાલમાં જ ત્રણ દિવસ સુધી યોજાયેલા ચૂવાનના પરિણામો જાહેર થયા હતા જેમાં પુતિને ઐતિહાસિક જીત નોંધાવી છે.

પુતિન 25 વર્ષથી સતત સત્તામાં છે

 પુતિનની આ જીત રશિયામાં ઐતિહાસિક માનવામાં આવી રહી છે કારણ કે દેશ હાલમાં યુદ્ધમાં છે. પુતિન ઉપરાંત ત્રણ અન્ય ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ તેમણે તેમને મોટા અંતરથી હરાવ્યા હતા. સત્તાવાર માહિતી અનુસાર પુતિનને લગભગ 88 ટકા વોટ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 25 વર્ષમાં વ્લાદિમીર પુતિનને કોઈ હરાવી શક્યું નથી. એવું માનવામાં આવે છે કે જે કોઈ પુતિનની વિરુદ્ધ ઊભું રહ્યું છે, અથવા કોઈપણ જેણે તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે, તેને ભયંકર સજાનો સામનો કરવો પડ્યો છે. જો કે આ ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો પણ થયા હતા.

  • Follow us on: