- બિહારના મુઝફ્ફરપુરમાં પીએમ મોદીની જનસભા
- પીએમ મોદીની બિહારમાં છે કુલ 3 જનસભા
- વિપક્ષ પર પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર
લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી આજે બિહારના પ્રવાસે છે ત્યારે તેઓ હવે મુઝફ્ફરપુર પહોંચ્યા છે. અહીં તેઓ જનસભા સંબોધતા વિપક્ષને આડેહાથ લીધી હતી. પીએમ મોદીએ કહ્યું તમને મળતી અનામત લૂંટે તે મને મંજૂર નથી. સાથે જ કહ્યું કે કોંગ્રેસ અને આરજેડી દેશના ભાગલા પાડવામાં વ્યસ્ત બન્યા છે.
પાકિસ્તાન સમર્થન બદલ વિપક્ષ પર વરસ્યા પીએમ મોદી
તો પીએમ મોદીએ વિપક્ષના પરમાણુ બોમ્બ વાળા પાકિસ્તાન સમર્થી નિવેદન બદલ પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષ એટલુ ડરેલુ છે સપનામાં પણ પરમાણુ બોમ્બના દેખાઇ રહ્યા છે. શું આવા લોકોને દેશ આપી શકીએ ખરા ? આ કોંગ્રેસના નેતાઓ અને ઇન્ડગઠબંધનના નેતા કેવા નિવેદનો કરી રહ્યા છે. કહે છે કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી અરે નથી પહેરી તો પહેરાવી દઇશું. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન પાસે વીજળી નથી, લોટ નથી. હવે અમને ખબર નથી કે તેમની પાસે બંગડીઓ પણ નથી.
શું કહ્યું હતુ કોંગ્રેસે પાકિસ્તાન અંગે ?
કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું હતું કે ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે. મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત ઘમંડી રીતે આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે.









