- પીએમ મોદીએ કટકમાં કર્યુ સંબોધન
- શ્રી રત્ન ભંડારને લઇને પીએમ મોદીનું નિવેદન
- 10 જૂને ભાજપનો સીએમ લેશે શપથ-પીએમ મોદી
લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી આજે ઓડિશામાં છે. પહેલા રોડ શો ત્યારબાદ સભા અને હાલ ફરી એકવાર કટક બેઠક પરથી ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે 25 વર્ષ બાદ ઓડિશા નવો ઇતિહાસ રચવા જઇ રહ્યુ છે. ઓડિશામાં 10 જૂને ભાજપનો પ્રથમ સીએમ શપથ લેશે. તમારા આશીર્વાદથી ત્રીજીવાર મોદી સરકાર દિલ્હીમાં શપથ લશે તેમ જણાવ્યું હતું.
ઓડિશાને વિકાસની નવી ઊંચાઇએ લઇ જઇશું
પીએમ મોદીએ કહ્યું કે કટક દેશના સૌથી જૂના શહેરોમાંનું એક છે. અહીં ઈતિહાસ અને વારસો છે, સુભાષ ચંદ્ર બોઝ, ઉત્કલ ગૌરવ, મધુસુદન દાસ, ઉત્કલ મણિ, ઉત્કલ કેસરી જેવી અસંખ્ય મહાન હસ્તીઓની પ્રેરણા છે. આ આધુનિક શિક્ષણનું શહેર છે. આ એવી જમીન છે જે વિકસિત ભારતની ક્ષમતાને વધારી શકે છે. કટક, જે ઓડિશા માટે આટલું મોટું મહત્વ ધરાવે છે, શું તેને ઓડિશાની સંસ્કૃતિ ન સમજનાર વ્યક્તિ સંભાળી શકે? તમે બીજેડીને આ સદીના 24-25 વર્ષ જોયા છે અને તમે જોયું છે કે પરિણામ શું આવ્યું. હવે આગામી 25 વર્ષ ઓડિશાના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો કહેવા લાગ્યા છે કે અહીં ત્રિશંકુ વિધાનસભા બનશે, આ બિલકુલ ખોટું છે. ભાજપ અહીં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપ આગામી 25 વર્ષમાં ઓડિશાને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે.
બીજેડીએ માત્ર કૌભાંડો જ આપ્યા
બીજેડીના ભ્રષ્ટાચારથી અહીંના લોકો કંટાળી ગયા છે. ચિટફંડ જેવા કૌભાંડો કરીને લોકોને છેતરતી બીજેડીએ લોકોને શું આપ્યું છે? તેમણે જમીન માફિયા, રેતી માફિયા, કોલસા માફિયા, ખાણ માફિયાઓને આપ્યા છે. બીજેડીના ધારાસભ્યો અને મંત્રીઓ આમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં શું અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ શક્ય છે? તેમણે કહ્યું કે મને નવાઇ લાગે છે કે ગુજરાતમાં ઓડિશાનો ભાગ્યેજ એવો કોઇ બ્લોક નહી હોય કે જ્યાં લોકો ગુજરાતમાં રોજી રોટી ન કમાતો હોય.
શ્રી રત્ન ભંડારનું રહસ્ય ખુલશે
તો પીએમ મોદીએ ભગવાન જગન્નાથના રત્વ ભંડાર અંગે કહ્યું કે શ્રી રત્ન ભંડાર અંગે જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી સમગ્ર ઓડિશા નારાજ છે. લોકો કહે છે કે શ્રી રત્ન ભંડારની ચાવી તામિલનાડુમાં ગઈ છે. જે રીતે શ્રી રત્ન ભંડારની ચાવીઓ ખોવાઈ ગઈ અને પછી તપાસ રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો. હું ઓડિશાના ભાઈઓ અને બહેનોને કહેવા માંગુ છું, આ મોદી છે, હું સોમનાથની ધરતીમાંથી આવ્યો છું, હું જગન્નાથની ભૂમિની પૂજા કરું છું અને મારા માટે ભગવાન સોમનાથ દાદાના જેટલા જ આશીર્વાદ છે તેટલા જ જગન્નાથ પ્રભુના પણ છે. તેથી, હું ઓડિશાના દરેક નાગરિકને બાંહેધરી આપું છું કે તમે આશ્વાસન રાખો કે અહીં ભાજપની સરકાર બનતાની સાથે જ મુખ્ય રહસ્ય બહાર આવશે. તપાસ રિપોર્ટ તમારી સામે આવશે અને જો કોઈએ ખોટું કર્યું હોય તો મોદી કોઈને છોડશે નહી.
[[$googlead]]