• લોકસભાની ચૂંટણીને લઇને આજે પાંચમા તબક્કાનું મતદાન
  • હવે 25મેના રોજ થશે મતદાન
  • પીએમ મોદીનો રોડ શો યોજાયો

લોકસભા ચૂંટણીને પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. હાલ 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન તાલી રહ્યું છે. હવે 25મેએ છઠ્ઠુ જ્યારે 1મેએ સાતમા તબક્કાનું મતદાન યોજાશે. ત્યારે પીએમ મોદી આજે ઓડિશા પહોંચ્યા છે. પુરી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાના સમર્થનમાં પ્રચાર કર્યો. રોડ શોમાં પીએમ મોદી સાથે સંબિત પાત્રા પણ જોવા મળ્યા હતા. 

સમીક્ષા બેઠક કરશે પીએમ મોદી

[[$googlead]]

મહત્વનું છે કે ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા ઓડિશાની પુરી બેઠક પરના ભાજપના ઉમેદવાર છે. સવારે 8 વાગે વડાપ્રધાન રોડ શરૂ થયો હતો. મળતી માહિતી મુજબ પીએમ મોદી અહીં ભાજપના નેતાઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે.

[[$alsoread]]

શું છે પુરી બેઠકનું રાજકીય ગણિત ?

દર વખતે લોકસભા ચૂંટણીમાં પુરી સીટ ચર્ચાના કેન્દ્રમાં રહે છે. તમને જણાવી દઈએ કે પુરી સીટ બે દાયકાથી વધુ સમયથી નવીન પટનાયકના બીજુ જનતા દળનો ગઢ રહી છે. જો કે, 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બીજેપીના સંબિત પાત્રાએ BJD ઉમેદવારને ટક્કર આપી હતી. તેથી ભાજપ ફરી એકવાર આ બેઠક જીતવા માટે તમામ પ્રયાસો કરશે. ગત ચૂંટણીમાં પિનાકી મિશ્રાને 5,38,321 વોટ મળ્યા હતા જ્યારે સંબિત પાત્રાને 5,26,607 વોટ મળ્યા હતા. હારનું માર્જીન 11,714 વોટ હતું.


  • Follow us on: