પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ પ્રસંગે તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કર્યુ. સંગમ તટમાં આસ્થાની ડૂબકી લગાવી. આ ઉપરાંત માતા ગંગાની પૂજા કરી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે 2019માં પણ પીએમ મોદીએ કુંભમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. 


[[$googlead]]

પ્રયાગરાજમાં કડક સુરક્ષા વ્યવસ્થા 

[[$alsoread]]

પીએમ મોદીની પ્રયાગરાજ મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી અનુસાર, રાજ્ય સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ, જેમાં બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકનો સમાવેશ થાય છે, પીએમ મોદી સાથે હાજર જોવા મળ્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંગમમાં ધાર્મિક સ્નાન કર્યું. જેટી પર ઉભા રહીને, પીએમ મોદીએ મા ગંગાને પ્રણામ કર્યા અને આચમન લીધા પછી ગંગામાં ડૂબકી લગાવી હતી. 

પીએમ મોદીએ હાથમાં અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલી હતી. તેઓએ ભગવા રંગનો કુર્તો અને વાદળી મફલર પહેર્યુ હતું, સૂર્ય દેવને અર્ધ્ય ચઢાવીને તેમણે મા ગંગાને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મા ગંગા નદીમાં રહીને  પ્રદક્ષિણા કરી હતી. ત્યારબાદ રુદ્રાક્ષની માળાથી મંત્રો જાપ કરતા જોવા મળ્યા હતા. 

પીએમ મોદીએ પહેલા ક્યારે કર્યુ નદીમાં સ્નાન ?

મહત્વનું છે કે પીએમ મોદીએ 2019માં અર્ધ કુંભ મેળામાં પણ આસ્થાની ડૂબકી લગાવી હતી. ત્યાર બાદ 2021માં કાશીમાં ગંગા નદીમાં પણ નદીમાં પવિત્ર સ્નાન કર્યુ હતું. ત્યારબાદ આજે 2025માં પ્રયાગરાજમાં તેમણે સંગમ તટે સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. મહત્વનું છે કે મહાકુંભએ સનાતનીઓનો મહા ઉત્સવ છે. જેમાં દેશ વિદેશના લોકો પણ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા આવી પહોંચે છે. પીએમ મોદીના આગમનને લઇને પ્રયાગરાજમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. 

ગંગાની કરી પૂજા

પીએમ મોદીએ પ્રયાગરાજમાં ગંગા નદીની પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ પહેલા ગંગાજીને જળાભિષેક કર્યો ત્યારબાદ તેમણે મા ગંગાને સાડી પણ અર્પણ કરી હતી. 

  • Follow us on: