• વારાણસી પહોંચ્યા પીએમ મોદી
  • કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો કર્યો રિલીઝ
  • ખેડૂત સંમેલનમાં પીએમ મોદી સહિત યોગી આદિત્યનાથ હાજર

PM નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા છે. લોકસભાની ચૂંટણી અને સતત ત્રીજી વખત પીએમ બન્યા બાદ તેઓ પ્રથમ વાર વારાણસીના પ્રવાસે છે. વારાણસીમાં પીએમ મોદી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. ત્યારે હાલ તેઓ ખેડૂત સંમેલનમાં પહોંચ્યા છે. અહી યુપી સીએમ યોગી આદિત્યનાથ અને શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર છે. પીએમ બનારસમાં જ રાત વિતાવશે અને આવતીકાલે બિહારના નાલંદા જવા રવાના થશે.

17મો હપ્તો કર્યો ટ્રાન્સફર

[[$googlead]]

પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો કર્યો રિલીઝ કર્યો છે. 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા ટ્રાન્સફર થયા.

[[$alsoread]]

ત્રીજી વખત સેવક બનવાનું સૌભાગ્ય મળ્યું 

પીએમ મોદીએ સંબોધન શરૂ કરતા જ નમો પાર્વતી પતયે હર હર મહાદેવનો જયકારો બોલાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી જીત્યા બાદ પહેલી વખત વારાણસી આવ્યો છું. કાશીના જનતાને પ્રણામ કર્યા હતા. તેમણે કહ્યું કે બાબા વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદથી તથા વારાણસી વાસીઓના આશીર્વાદનો આભારી છું. મા ગંગાએ મને ખોળે લીધો છે. કાશીના લોકોએ માત્ર એમપી નહી પીએમ પણ ચૂંટ્યા છે. માટે કાશી વાસીઓને ડબલ શુભકામના આપી. 

જી-7 દેશો કરતા વધારે મતદારો ભારતમાં

જી-7 દેશોના મતદારો કરતા વધારે મતદારો ભારતમાં છે. આ ચૂંટણીમાં 64 કરોડ લોકોએ મત આપ્યો. જેમાં 21 કરોડ મહિલાઓએ મતદાન કર્યુ, 

નિયત સારી હોય એટલે ખેડૂત હિતના કામ થાય

પીએમ મોદીએ કહ્યું કે કરોડો ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20 હજાર કરોડ રૂપિયા પહોંચ્યા છે. 3 કરોડ બહેનોનો લખપતિ દીદી બનાવવા પ્રયાસ થયા છે. બહેનોની નવી ભૂમિકા, તેમને સન્માન અને આવકનુ સાધન બંને સુનિશ્ચિત કરશે. પીએમ કિસાન સન્માન નિધિ દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ બની ચૂકી છે. સરકારે અનેક નિયમોને સરળ કર્યા છે. જ્યારે સાચી નિયત હોય, સેવાની ભાવના હોય તો ખેડૂત હિતના કામ થાય છે. 


  • Follow us on: