• પીએમ મોદી આજે ભરશે ઉમેદવારી ફોર્મ
  • કાશીમાં રાત્રિ રોકાણ કર્યુ પીએમ મોદીએ
  • કાશીને લઇને પીએમ મોદીનોખાસ સંદેશો
પીએમ નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે છે. તેઓ આજે ફોર્મ ભરશે. પીએમ મોદીના નોમિનેશનમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત 20 કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પીએમ મોદીએ કાશીને લઇને એક ખાસ પોસ્ટ કરી છે.

ટ્વિટર પર શેર કરી પોસ્ટ
PM મોદીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પહેલા X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, મારો કાશી સાથેનો મારો સંબંધ અદ્ભુત, અભિન્ન અને અસમાન છે. હું એટલું જ કહીશ કે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.

 પીએમ મોદીના આજના કાર્યક્રમ 
  •  કાશીમાં સવારે 9:10 વાગ્યે ગંગાની પૂજા કરશે
  •  સવારે 10.15 કલાકે કાલ ભૈરવના દર્શન થશે
  •  સવારે 11:40 વાગ્યે નોમિનેશન ફાઈલ કરશે
  •  બપોરે 12:15 વાગ્યે બીજેપી કાર્યકરો સાથે બેઠક

  • Follow us on: