- પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીએ સંબોધી જનસભા
- પુરુલિયામાં ઇન્ડિ.ગઠબંધન પર વરસ્યા પીએમ મોદી
- અદ્યાત્મિક ગુરુઓનું અપમાન દેશ સહન નહી કરે
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદી ઝારખંડ બાદ પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હું અહીં તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. મને વિકસિત ભારત માટે તમારા આશીર્વાદની જરૂર છે. આત્મનિર્ભર ભારત માટે મને તમારા આશીર્વાદની જરૂર છે.
ઇન્ડિ ગટબંધન પર સાધ્યુ નિશાન
પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીઓમાં મોદીએ ઇન્ડિ ગઠબંધનની નાજુકતાને દેશની સામે ઉજાગર કરી દીધી છે. આ લોકો બંધારણને ખતમ કરવા માંગે છે. આ લોકો ઘૂસણખોરને પ્રોત્સાહન આપે છે. વોટ બેંકને ખુશ કરવા માટે આ લોકો CAAનો વિરોધ કરે છે. ટીએમસી અને તેના સહયોગીઓ દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને આપવામાં આવેલ અનામત છીનવી લેવા માંગે છે. બાબા સાહેબ આંબેકર ધર્મના આધારે અનામતની વિરુદ્ધ હતા, પરંતુ આજે ભારતનું ગઠબંધન ધર્મના આધારે અનામત આપવા માંગે છે.
સંદેશખાલી મામલે શું બોલ્યા પીએમ મોદી
TMC રાજનીતિમાં એ કહીને આવી કે તે માતા, માટી અને માણસની રક્ષા કરશે. આજે ટીએમસી એ જ ખાઈ રહી છે. ટીએમસીમાં બંગાળની મહિલાઓનો વિશ્વાસ તૂટી ગયો છે. સંદેશખાલીમાં થયેલા પાપે સમગ્ર બંગાળની બહેનોને વિચારવા મજબૂર કરી દીધા છે. ટીએમસીના લોકો એસસી અને એસટી પરિવારોની બહેનોને માણસ નથી માનતા. પોતાના શાહજહાંને બચાવવા માટે ટીએમસીના લોકો સંદેશખાલીની બહેનો પર આરોપ લગાવી રહ્યા છે. તેમના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ લોકો તેમના માટે જે ભાષા બોલી રહ્યા છે તેના જવાબમાં બંગાળની દરેક દીકરી પોતાના વોટથી ટીએમસીનો નાશ કરશે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું,
આદ્યાત્મિક ગુરુઓનું અપમાન સહન નહી થાય
બંગાળના લોકોને ડરાવનાર અને ચૂંટણી દરમિયાન હિંસા ભડકાવતી ટીએમસી સરકારે આ વખતે તમામ હદો વટાવી દીધી છે. આજે, ઇસ્કોન, રામકૃષ્ણ મિશન અને ભારત સેવા શ્રમ સંઘ દેશ અને દુનિયામાં તેમની નીતિમત્તા માટે જાણીતા છે. તેઓ ભારતને ગૌરવ અપાવે છે પરંતુ આજે બંગાળના મુખ્યમંત્રી ખુલ્લેઆમ ઈસ્કોનના લોકોને, રામકૃષ્ણ મિશનના લોકોને અને ભારત સેવાશ્રમના સન્યાસીઓને ધમકી આપી રહ્યા છે. આ મિશન સાથે જોડાયેલા લાખો અનુયાયીઓ આજે આખી દુનિયામાં વસે છે અને તેમનો ઉદ્દેશ્ય માત્ર લોકોની સેવા કરવાનો છે. બંગાળની સરકારે તેઓ પર આંગળી ચીંધી, તેમનું નામ લઇને ધમકાવી રહી છે. પોતાની વોટબેંકને ખુશ કરવા નીચલા સ્તરે ટીએમસી આવી ગઇ છે.









