- વંદે ભારતની મદદથી ધાર્મિક સ્થળોને પણ પર્યટનની દ્રષ્ટિએ ફાયદો થશે
- ઘણા રૂટ પર મુસાફરીના સમયમાં 2 થી 3 કલાકનો ઘટાડો કરશે
- 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (24 સપ્ટેમ્બર) બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9 વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના છે. આ 9 ટ્રેનો 11 રાજ્યોમાં પહોંચવાની છે. આ રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં, પશ્ચિમ બંગાળના હાવડા અને તમિલનાડુના ચેન્નાઈને 2-2 ટ્રેનો મળવા જઈ રહી છે.
વંદે ભારત ટ્રેન કયા 9 રૂટ પર ચાલશે?
- વંદે ભારત ટ્રેનનો પ્રથમ રૂટ તિરુનેલવેલી-ચેન્નઈ છે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.
- બીજી ટ્રેન રાઉરકેલા-પુરી વચ્ચે ચલાવવામાં આવશે. આ ટ્રેન 505 કિલોમીટરનું અંતર 7 કલાક 45 મિનિટમાં કાપશે.
- ત્રીજો રૂટ હૈદરાબાદ-બેંગ્લોર વચ્ચેનો છે, જ્યાં વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન 610 કિલોમીટરની સફર 8 કલાક 50 મિનિટમાં પૂરી કરશે.
- ચોથો માર્ગ ચેન્નાઈ અને વિજયવાડા વચ્ચેનો છે. આ ટ્રેન 6.40 કલાકમાં મુસાફરી કરશે.
- પાંચમો માર્ગ રાંચી અને હાવડા વચ્ચેનો છે, જે 535 કિલોમીટરની મુસાફરી 6.30 કલાકમાં પૂર્ણ કરશે.
- છઠ્ઠા રૂટની વાત કરીએ તો તેને પટના-હાવડા વચ્ચે ચલાવવામાં આવશે. આ ટ્રેન 530 કિલોમીટરની સફર 6.30 કલાકમાં પૂરી કરશે.
- રાજસ્થાનને સાતમી ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ વંદે ભારત ટ્રેન ઉદયપુરથી જયપુર થઈને અજમેર જશે.
- આઠમી ટ્રેન કાસરગોડ-તિરુવનંતપુરમ વચ્ચે દોડશે, જ્યારે નવમી ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે ચાલશે.
- નવમી ટ્રેન ગુજરાતને મળશે. આ ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેન હશે.
આ 9 વંદે ભારત એક્સપ્રેસના દોડવાથી આ વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધરવાની સાથે સાથે ધાર્મિક સ્થળોને પણ પર્યટનની દ્રષ્ટિએ ફાયદો થશે. એટલું જ નહીં, આ ટ્રેન ઘણા રૂટ પર મુસાફરીના સમયમાં 2 થી 3 કલાકનો ઘટાડો કરશે, જે મુસાફરો માટે અનુકૂળ રહેશે.









