• વડાપ્રધાનના 15 એપ્રિલે, સાંજે 5.30 કલાકે ઈન્ટરવ્યુ પહેલાં વિપક્ષ પર પ્રહાર
  • DMK વિરુદ્ધનો જનતાનો ગુસ્સો સકારાત્મક રીતે ભાજપ તરફ વાળવા આવ્યો
  • રામમંદિરના નિર્માણ બાદ રાજકીય પક્ષોના હાથમાંથી રાજકીય હથિયાર છૂટી ગયું

2024ની લોકસભા ચૂંટણી શરુ થવાને હવે ફક્ત ગણતરીના દિવસો જ બાકી છે. દરેક રાજકીય પાર્ટીઓ પોતાની તાકાત પ્રચાર, રેલી અને સભાઓ કરીને બતાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ 400+ ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે અનેક પ્રયાસો શરુ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત ત્રીજી હેટ્રિક માટે ભાજપે તૈયારીઓ કરી લીધી છે.

DMK વિરુદ્ધનો જનતાનો ગુસ્સો સકારાત્મક રીતે ભાજપ તરફ વળ્યો

[[$googlead]]

આ ઈન્ટવ્યુ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, DMK વિરુદ્ધનો જનતાનો ગુસ્સો સકારાત્મક રીતે ભાજપ તરફ વાળવામાં આવી રહ્યો છે. મહત્ત્વનું છે કે, દ્રવિડ મુનેત્ર કઝગમની આગેવાની હેઠળની તમિલનાડુ સરકાર, ત્રણ વર્ષ સુધી સુકાન સંભાળ્યા પછી, ઘણા પ્રદેશોમાં દેખીતી એન્ટિ-ઇન્કમ્બન્સી જોવા છતાં આગામી લોકસભા ચૂંટણીમાં લાભની અપેક્ષા રાખે છે. રાજકીય નિષ્ણાતોના મતે તેનું કારણ વિભાજિત વિરોધ છે કારણ કે DMK વિરોધી મત ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે વહેંચાઈ રહ્યા છે.

[[$alsoread]]

રામમંદિરના નિર્માણથી વિપક્ષોના હાથમાંથી રાજકીય હથિયાર છૂટી ગયું

વધુમાં રામ મંદિરના મુદ્દા પર PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષો, રામ મંદિરને એક રાજકીય હથિયાર બનાવ્યું હતું, પણ રામ મંદિરના નિર્માણ થયા બાદ રાજકીય પક્ષોના હાથમાંથી રાજકીય હથિયાર છૂટી ગયું હોવાનો PM મોદી દાવો કર્યો હતો.

15 એપ્રિલે, સાંજે 5.30 વાગે પીએમ મોદીનો ખાસ ઈન્ટરવ્યુ.

ત્યારે, આજે 15 એપ્રિલે, સાંજે 5.30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ ન્યુઝમાં ખાસ ઈન્ટરવ્યુ છે. આ ઈન્ટરવ્યુ કુલ 78 મિનીટ સુધી ચાલશે. આ ઈન્ટરવ્યુને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. મહત્ત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કર્યા બાદ આ તેમનો પ્રથમ ઈન્ટરવ્યુ હશે.  


  • Follow us on: