- છેલ્લા તબક્કાના મતદાન પહેલાં PM મોદીની ખાસ વાતચીત
- વડાપ્રધાન મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર
- છેલ્લા 24 વર્ષથી વિપક્ષે અપશબ્દો જ આપ્યા છેઃ PM
લોકસભાની ચૂંટણીને લઇને 1 જૂને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. તે પહેલા પીએમ મોદીએ એક ન્યૂઝ એજન્સી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે અનામત, વિપક્ષ અને ઇન્ડિ.ગઠબંધનને લઇને આકરા પ્રહારો કર્યા હતા.
આ છેલ્લી ચૂંટણી તે લોકોની
PM મોદીએ ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે આ છેલ્લો તબક્કો ભલે છે પણ જે લોકો મોટા સપના જોઈ રહ્યા છે અને મોટા વચનો આપી રહ્યા છે આ તેમના માટે પણ આ છેલ્લો તબક્કો છે તેમ કહીને વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે વિપક્ષ પોતાની વોટબેંકની રાજનીતિ કરે છે. વિપક્ષ હતાશ અને નિરાશ થઇ ગયું છે. પોતાને આદિવાસીઓને હિતેચ્છુ કહેનારા જ તેમના દુશ્મન હોવાનું પીએમ મોદીએ જણાવ્યું હતું.
SC, ST, OBC ભાઇ-બહેનોનો ચેતવી રહ્યો છું
તેમણે વધુમાં જણાવ્યું કે મારે મારા SC, ST, OBC અને અત્યંત પછાત ભાઈ-બહેનોને ચેતવવા છે. કારણ કે આ લોકોને અંધારામાં રાખીને લૂંટ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સૌથી મોટુ સંકટ આવી રહ્યુ હોય ત્યારે દેશવાસીઓને સચેત કરવા જોઇએ. આથી હું જનતાને સમજાવી રહ્યો છુ. હાલ બે વસ્તુઓ થઈ રહી છે - એક, ભારતના બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન અને બીજુ બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તે પણ વોટબેંકના રાજકારણ માટે.
આદિવાસીઓના શુભચિંતક કહેનારા જ તેમના દુશ્મન
મને યાદ છે કે મેં ક્યારેય કોંગ્રેસના નેતાઓને ગૃહમાં સાંભળ્યા છે અને તેઓ કહેતા હતા કે જો તમે PSUનું ખાનગીકરણ કરી રહ્યા છો, તો તમે અનામતને ખતમ કરવા માંગો છો. આ સત્ય નથી. જેઓ પોતાને દલિતોના શુભચિંતક, આદિવાસીઓના શુભચિંતક કહે છે તેઓ વાસ્તવમાં તેમના કડવા દુશ્મન છે. રાતોરાત તેઓએ શૈક્ષણિક સંસ્થાઓને લઘુમતી સંસ્થાઓમાં રૂપાંતરિત કરી અને તેમાં અનામતનો અંત લાવ્યો... દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં તમામ આરક્ષણો સમાપ્ત થઈ ગયા. બાદમાં બહાર આવ્યું કે લગભગ 10 હજાર એવી સંસ્થાઓ છે જ્યાંથી SC, ST, OBCનો અનામતનો અધિકાર પાછલા બારણેથી છીનવી લેવામાં આવ્યો છે.









