- pm modi આજે જશે ઇટલી
- જી-7 સમિટમાં ભાગ લેશે પીએમ મોદી
- G7 સમિટની ઇટલી કરી રહ્યુ છે અધ્યક્ષતા
PM નરેન્દ્ર મોદી આજે ઈટાલી જવા રવાના થશે. તેઓ અહીં 50માં G7 સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરશે. G7 સમિટમાં પીએમ મોદીની આ સતત પાંચમી હાજરી હશે. આ સમિટમાં ભારતની અત્યાર સુધીની 11મી ભાગીદારી છે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન જી7 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે.
જ્યોર્જિયા સાથે કરી શકે બેઠક
પીએમ મોદી સમિટ દરમિયાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરે તેવી શક્યતા છે. તેમની છેલ્લી મુલાકાત ડિસેમ્બર 2023માં અબુ ધાબીમાં COP28 સમિટ દરમિયાન થઈ હતી. બેઠકમાં બંને વડા પ્રધાનો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરે અને આગળના પગલાઓ માટે દિશા-નિર્દેશ આપે તેવી અપેક્ષા છે.
ઇટલી કરી રહ્યુ છે અધ્યક્ષતા
મહત્વનું છે કે ઇટલી આ વર્ષે G7ની અધ્યક્ષતા કરી રહ્યુ છે. તે વિશ્વની સાત અદ્યતન અર્થવ્યવસ્થાઓની સમિટનું આયોજન કરી રહ્યું છે જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ તેમજ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.
પીએમ મોદી સ્વિત્ઝર્લેન્ડ પણ જશે
ઉલ્લેખનીય છે કે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. વિદેશ સચિવ ક્વાન્નાએ કહ્યું કે આ મહિને સ્વિટ્ઝરલેન્ડમાં યુક્રેન પીસ સમિટ પણ યોજાવાની છે, જેમાં લગભગ 90 દેશો ભાગ લેશે. આ બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી સ્વિત્ઝરલેન્ડ પણ જશે.









