• પીએમ મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે
  • પીએમ મોદીની ઝલક જોવા બક્ષી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલુ દેખાયુ
  • PM મોદીનું આગમન થતા જ મોદી મોદીના લાગ્યા નારા

કલમ 370 નાબૂદ થયા બાદ પીએમ મોદી આજે પહેલીવાર જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેઓ શ્રીનગર પહોંચી ગયા છે. પીએમ મોદી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા વિકાસની પરિયોજનાને લઇને એક પ્રદર્શન યોજાયુ હતું. જેમાં જમ્મુકાશ્મીરમાં ઉત્પાદન કરતા વેપારીઓ અને ઉદ્યમીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ પીએમ મોદી શ્રીનગરમાં કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. 

370ના નામ પર રાજનીતિક પરિવાર ફાયદો ઉઠાવતું હતું- પીએમ મોદી

[[$googlead]]

[[$alsoread]]

PMમોદીઓ ​​શ્રીનગરમાં કાશ્મીરી નાગરિકોને સંબોધિત કરતી વખતે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક રાજકીય પરિવારો હંમેશા 370ના નામે ફાયદો ઉઠાવતા રહ્યા અને કોંગ્રેસ ગેરમાર્ગે દોરતી રહી. કાશ્મીરને ગુમરાહ કરવામાં આવ્યુ હતું. તે પરિવારના ફાયદા માટે જમ્મુ કાશ્મીરને બાંધીને રાખવામાં આવ્યુ હતું. પરંતુ આજે જમ્મુ કાશ્મીરમાં સૌ માટે સમાન અધિકાર અને સમાન અવસર મળી રહ્યા છે.

પરિવારવાદ પર સાધ્યુ નિશાન

પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં અગાઉની સરકારો દરમિયાન ભ્રષ્ટાચાર અને પરિવારવાદ પ્રચલિત હતો. પરિવાર આધારિત લોકો મોદી પર વ્યક્તિગત હુમલા કરી રહ્યા છે. પરંતુ દેશના ખૂણે ખૂણે લોકો કહી રહ્યા છે - હું મોદીનો પરિવાર છું. કાશ્મીરના લોકો પણ કહી રહ્યા છે - હું મોદીનો પરિવાર છું.

હવે મારું બીજું મિશન છે મેક ઇન ઇન્ડિયાઃ PM

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે જમ્મુ કાશ્મીરને લગ્ન માટેનું ડેસ્ટિનેશન બનાવવાનું છે. લોકો ત્રણ ચાર દિવસ જાન લઇને આવે અને લગ્ન કરે. સાથે જ કહ્યું કે જમ્મુ કાશ્મીરનું કેસર, ચેરી, સફરજન ખૂબ લોકપ્રિય છે.

જમ્મુ કાશ્મીરમાં ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિકસાવાશે- પીએમ મોદી

પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે 40થી વધુ સ્થળોને 2 વર્ષમાં ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવશે. આજે દેખો અપના દેશ અભિયાન શરૂ કરાયું છે. સાથે જ જણાવ્યું કે લોકો ઓનલાઇન જઇને દરેક જગ્યા વિશે વાત કરશે. જે જગ્યા સૌથી વધુ પસંદગીની હશે તેને ખાસ સ્થાન અપાશે. સાથે જ તેમણે ચલો ઇન્ડિયા અભિયાન અંગે વાત કરતા જણાવ્યું કે પ્રવાસી ભારતીયોને પણ ભારતમાં પ્રવાસ માટે આમંત્રિત કરીએ. સાથે જ કહ્યું કે હું લોકોને કહું છું કે ફરવા જાવ તો મારું પણ એક કામ કરો. ફરવા જાવ ત્યાંથી કંઇકને કંઇક સ્થાનિક વસ્તુ ખરીદો. તેમણે કહ્યું કે શ્રીનગર આવી મને એક વસ્તુ ગમી, મેં પણ ખરીદી. આમ કરવાની સ્થાનિકોની રોજગારીમાં વધારો થશે. 

આ નવુ જમ્મુ કાશ્મીર છે- પીએમ મોદી

પીએમ મોદીએ સભા સંબોધન કરતા કહ્યું કે આજનુ જમ્મુ કાશ્મીર બદલાઇ રહ્યું છે. તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા તેનાથી હું ખુશ છું. પીએમ મોદીએ કહ્યુ પ્રેમના આ કર્ઝને ચૂકવવામાં કોઇ કસર બાકી નહી રાખે. તેમણે કહ્યુ હું તમારુ દિલ જીતવા આવ્યો છું

PM મોદીએ સેલ્ફી લેવાનું વચન આપ્યું

સરકારી યોજનાના લાભાર્થી નાઝિમ પીએમ મોદી સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા. જે બાદ તેમણે પીએમ મોદી સાથે સેલ્ફી લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના પર પીએમ મોદીએ કહ્યું કે હું એસપીજીને પણ કહીશ. કાર્યક્રમ પછી હું તમારી સાથે સેલ્ફી લઈશ.

સરકારી યોજનાના લાભાર્થી સાથે વાતચીત 

PM મોદીએ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ પુલવામાના રાજન સાથે વાત કરી હતી. કે જેઓ મધના ઉત્પાદન સાથે જોડાયેલા છે. તેમણે કેવી રીતે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં સરકારી યોજનાનો ઉપયોગ કર્યો તે અંગે માહિતી આપી હતી. PM મોદીએ તેમની સાથે વાતચીત કરી હતી. 

શંકરાચાર્ય ટેકરીએ પહોંચ્યા હતા PM

જનસભા પહેલા પીએમ મોદી શંકરાચાર્ય ટેકરી પર પહોંચ્યા હતા અને દૂરથી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ અંગે પીએમ મોદીએ ટ્વિટર પર શેર કર્યુ હતું કે 'થોડા સમય પહેલા શ્રીનગર પહોંચ્યા પછી મને દૂરથી ભવ્ય શંકરાચાર્ય હિલ જોવાની તક મળી.


શહીદોના પરિવારજનોને નિમણૂક પત્રો આપ્યા

પીએમ મોદીએ શહીદોના પરિવારજનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પીએમ મોદીએ રાબિયા મુસ્તફાને નિમણૂક પત્ર સોંપ્યો. રાબિયાના પતિ કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી આતંકી હુમલામાં શહીદ થયા હતા.

વિકાસના કાર્યોનું કર્યુ લોકાર્પણ 

પીએમ મોદીના હસ્તે 6400 કરોડના ખર્ચે 52 પરિયોજનાઓનો શુભારંભ અને લોકાર્પણ કર્યુ હતું. 

કાશ્મીરી શાલ આપી કર્યુ સ્વાગત

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પીએમ નરેન્દ્ર મોદીને કાશ્મીરી શાલ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ, રાજ્યસભા સાંસદ ગુલામ અલી ખટાના પણ મંચ પર હાજર રહ્યા છે. 

કાશ્મીરની સ્થિતિ હવે બદલાઇ છે- મનોજ સિન્હા

કાર્યક્રમની શરૂઆતમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે કાશ્મીરની ખીણમાં ત્રિરંગો લહેરાયો છે જે ત્રણ દાયકાથી લહેરાયો હતો. બક્ષી સ્ટેડિયમ અંગે તેમણે કહ્યું કે આ સ્ટેડિયમમાં 35 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા છે અને તેનું નિર્માણ ફીફાના ધોરણો મુજબ કરવામાં આવ્યું છે. 

  • Follow us on: