• નેપાળના પીએમ બન્યા કેપી શર્મા ઓલી
  • ચોથી વખત બન્યા નેપાળના વડાપ્રધાન
  • પીએમ મોદીએ પાઠવી શુભકામના

નેપાળમાં તખ્તાપલટ બાદ કેપી શર્મા ઓલી ચોથી વખત નેપાળના પીએમ બન્યા છે. આજે તેમણે નેપાળના ચોથા પીએમ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌ઼ડેલએ ઓલીને પીએમ પદના શપથ લેવડાવ્યા છે. ત્યારે ચોથી વખત પીએમ બનવા પર પીએમ નરેન્દ્ર મોદીએ તેમને શુભકામના પાઠવી છે.

પીએમ મોદીએ શું લખ્યુ ?

પીએમ મોદીએ આ અંગે ટ્વિટર પર પોસ્ટ શેર કરતા લખ્યુ કે કેપી શર્મા ઓલીને ચોથી વખત નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમને આશા છે કે અમારા બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનશે અને બંને દેશો પરસ્પર સહયોગ વધારવા માટે સાથે મળીને કામ કરશે.

ઓલી બન્યા વડાપ્રધાન

મહત્વનું છે કે કેપી શર્મા ઓલી સીએમએન-યુએમએલ પાર્ટીના અધ્યક્ષ છે. નેપાળી સંસદમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસના સમર્થનથી તેઓ વડાપ્રધાન બન્યા. નેપાળમાં તખ્તાપલટ બાદ ઓલી દેશના વડાપ્રધાન બન્યા છે. તેમણે પુષ્પ કમલ દહલને હરાવ્યા છે. શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં દહલ વિશ્વાસ મત હારી ગયા હતા. આ પછી બંધારણની કલમ 76 (2) અનુસાર નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ હતી.

દહલ ન મેળવી શક્યા વિશ્વાસમત

મહત્વનું છે કે પીએમ કે.પી શર્માની આગેવાની ધરાવતી સીપીએન- યુએમએલ દ્વારા પુષ્પ કમલ દહલ સરકાર પાસેથી સમર્થન પરત લીધા બાદ તેમણે વિશ્વાસ મત મેળવવા માટે મજબૂર થવુ પડ્યું હતું. સીપીએન- યુએમએલ દ્વારા સમર્થન પરત લેવાને કારણે સીમિત વિકલ્પ થઇ ગયા હતા. શુક્રવારે સંસદમાં વિશ્વાસ મતનું પરીક્ષણ કર્યુ જેમાં તેઓ હારી ગયા.

  • Follow us on: