દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દેશ અને વિશ્વભરમાંથી પીએમ મોદીને જન્મ દિવસની શુભેચ્છા મળી રહી છે. તો બીજી તરફ આજે મોદી સરકારના કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થયા છે. ત્યારે આ અવસર પર પીએમ મોદી ઓડિશા પહોંચ્યા છે. પીએમ મોદીએ રેલ અને રોડ કનેક્ટિવીટીથી સાથે જોડાયેલા 3900 કરોડ યોજનાની ભેટ આપી છે. આ ઉપરાંત પીએમ મોદીએ સુભદ્રા યોજનાના લાભાર્થીને સન્માનિત કર્યા હતા. 


[[$googlead]]

વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ 

ભુવનેશ્વરમાં 2800 કરોડ અને રૂ.થી વધુની કિંમતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ લગભગ 14 રાજ્યોના PMAY-G હેઠળ લગભગ 10 લાખ લાભાર્થીઓને સહાયનો પહેલો હપ્તો બહાર પાડ્યો. દેશભરમાંથી PMAY (ગ્રામીણ અને શહેરી) ના 26 લાખ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ ઉજવણી પણ યોજાઈ હતી. તેમણે PMAY-G માટે વધારાના ઘરોના સર્વેક્ષણ માટે આવાસ+ 2024 એપ પણ લોન્ચ કરી. PM એ પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAY-U) 2.0 ની કાર્યકારી માર્ગદર્શિકા પણ લોન્ચ કરી.

[[$alsoread]]

અનંત ચતુર્દશી, વિશ્વકર્મા જયંતિની શુભકામના પાઠવી- પીએમ મોદી 

પીએમ મોદીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે આજે અનંત ચતુર્દશી અને વિશ્વકર્મા જયંતિ છે. હું દેશવાસીઓને આ પર્વની શુભકામના પાઠવુ છું. પીએમ મોદીએ કહ્યું કે ઓડિશામાં ભાજપના નેતૃત્વમાં નવી સરકાર બનતા સમયે શપથ ગ્રહણ સમારોહમાં આવ્યો હતો તે બાદ મારી પહેલી યાત્રા છે. મે તમને કહ્યું હતું કે અહીં ડબલ એન્જિનની સરકાર બનશે તો ઓડિશા વિકાસની નવી ઉડાણ ભરશે. 


કેન્દ્રમાં એનડીએના 100 દિવસ પૂર્ણ- પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે અમે કીધુ હતું તે પ્રમાણે કામ કરી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કેન્દ્રની એનડીએ સરકારે 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન ગરીબ, ખેડૂત, નવયુવાન અને નારી શક્તિના સશક્તિકરણ માટે મોટા મોટા નિર્ણયો લેવાયા છે. વિતેલા 100 દિવસમાં નક્કી થયુ કે 3 કરોડ પાકા ઘર બનાવીશું. નવ યુવાનો માટે 2 લાખ કરોડ રૂપિયાનું પીએમ પેકેજ જાહેર કરવામાં આવ્યું. યુવા સાથીઓને તેનો લાભ થશે. પહેલી નોકરીની પહેલી સેલેરી ખાનગી કંપનીમાં સરકાર આપવાની છે.25 હજાર ગામોને પાકા રસ્તાથી જોડવાની યોજનાને સ્વીકૃતિ મળી છે. તેનો ફાયદો ઓડિશાના ગામોને પણ થશે. 

પીએમ મોદીને હીરાબાની યાદ આવી 

પીએમ મોદીનો આજે જન્મ દિવસ છે, ત્યારે પીએમ મોદીએ આ દિવસે તેમની માતા હીરાબાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે મારો જન્મદિવસ હોય ત્યારે હું માતાને મળવા જતો. હું મારી માતાના આશીર્વાદ લેતો હતો. અને મારી માતા મને ગોળ ખવડાવતી હતી. પરંતુ આજે એક આદિવાસી માતાએ ખીર ખવડાવીને જન્મદિવસના આશીર્વાદ આપ્યા. જે મારા જીવનની પૂંજી છે. 


મે ગણેશપૂજા કરી તેમાં ઘણા લોકોને પેટમાં દુખ્યુ 

PM મોદીએ કહ્યું કે ગણેશોત્સવ માત્ર પર્વ જ નહી પણ દેશની આઝાદીમાં બહુ મોટી ભૂમિકા નિભાવી હતી. જ્યારે દેશને જાતિના નામે લડાવી, બાંટો અને રાજ કરો તે અંગ્રેજોનું હથિયાર બની ગયુ હતું ત્યારે લોકમાન્ય તિલકે સાર્વજનિક આયોજન દ્વારા ભારતની આત્માને જગાડ્યો હતો. ઊંચ નીચ ભેદભાદ અને જાતિથી આગળ વધીને સૌને જોડવાનું શીખવે છે. ગણેશોત્સવમાં કોઇ ભેદભાવ આજે પણ નથી હોતો, આખો સમાજ શક્તિ બનીને ઉભો રહે છે.  બાંટો અને રાજ કરોની નીતિ પર ચાલનારા અંગ્રેજોની નજરોમાં ગણેશોત્સવ ખટકતો હતો આજે પણ સમાજના ભાગલા પાડનાર અને સત્તા ભૂખ્યા લોકોને ગણેશ પૂજાથી પરેશાની થાય છે.

કોંગ્રેસ અને તેના લોકો એટલે ભડક્યા છે કારણ કે મે ગણપતિપૂજામાં ભાગ લીધો. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે મોટો અપરાધ કર્યો. ગણેશજીની પ્રતિમાને જેલના સળિયા પાછળ ધકેલી દીધી. સમાજમાં ઝેર ભેળવવાની માનસિકતા ખતરનાક છે. આવી નફરતી શક્તિઓને આગળ વધવા દેવાની નથી તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.


  • Follow us on: