વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબર 2024ના રોજ મહાત્મા ગાંધીને યાદ કરીને એક ખાસ સંદેશ લખ્યો હતો. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે તમામ દેશવાસીઓ તરફથી પૂજ્ય બાપુને તેમની જન્મજયંતિ પર શત શત નમન. સત્ય, સદભાવ અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શ દેશવાસીઓ માટે સદૈવ પ્રેરણાપુંજ બની રહેશે.


સ્વચ્છતા અભિયાનના 10 વર્ષ પૂર્ણ નિમિત્તે PM મોદીનું નિવેદન

પીએમ મોદીએ કહ્યું કે આજે સ્વચ્છ ભારત મિશનની સફર 10 વર્ષના માઈલસ્ટોન પર પહોંચી ગઈ છે. સ્વચ્છ ભારત મિશનની આ યાત્રા કરોડો ભારતીયોની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. છેલ્લા 10 વર્ષમાં લાખો ભારતીયોએ આ મિશનને અપનાવ્યું છે, તેને પોતાનું મિશન બનાવ્યું છે, તેને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે. છેલ્લા પખવાડિયામાં, દેશભરમાં કરોડો લોકોએ 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમોમાં ભાગ લીધો છે. મને જાણ કરવામાં આવી છે કે 'સેવા પખવાડા'ના 15 દિવસમાં દેશભરમાં 27 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સતત પ્રયત્નોથી જ આપણે આપણા ભારતને સ્વચ્છ બનાવી શકીશું. હું દરેક ભારતીયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

તમામ કરોડો ભારતીયોની ભવનાને નમન: PM

2014માં PM મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂ આત કરાવી હતી. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં PM મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતું કે, આજે સ્વચ્છતા અભિયાનના 10 વર્ષ પૂર્ણ થયા છે.સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થનારા તમામ કરોડો ભારતીયોની ભવનાને નમન કરુ છું, સ્વચ્છતા અભિયાનથી દરેક લોકોના જીવનમાં નવો પ્રભાવ જોવા મળ્યો છે. 

સ્વચ્છતા અભિયાન જનશક્તિ સાક્ષાત્કારનું પર્વ: PM

દેશમાં સ્વચ્છતા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા છે. લોકોને સ્વચ્છતાની પહેલ સાથે જોડાવા PM મોદીએ અપીલ કરી છે. 10 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે PM મોદીએ કહ્યું હતું કે, સ્વચ્છતા અભિયાનમાં જોડાનારા તમામને નમન કરૂ છું. સ્વચ્છતા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા છે. કરોડો ભારતીયોની ભાવનાને નમન છે. દેશના કરોડો ભારતીયોએ સ્વચ્છતા અભિયાનને પ્રભાવી બનાવ્યું છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈ જાગરૂકતાએ સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન બનાવ્યું છે. 10 વર્ષની સફરમાં તમામ લોકોની પ્રશંસા કરું છું. 

PM મોદીએ સેવા પખવાડિયાને લઇ કહ્યું હતું કે, સેવા પખવાડિયામાં 27 લાખથી વધુ કાર્યક્રમ થયા છે. આ મિશનમાં જનતાની ઊર્જાના દર્શન થયા છે. સ્વચ્છતા અભિયાન જનશક્તિ સાક્ષાત્કારનું પર્વની ઉજવણી કરવામાં આવી છે. આ દુનિયાનું સૌથી સફળ જન આંદોલન રહ્યું છે. લોકોના જોડાણથી સ્વચ્છ ભારતની ભાવના મજબૂત બનશે.


  • Follow us on: