• આજથી પાર્લામેન્ટના ચોમાસુ સત્રનો પ્રારંભ
  • પીએમ મોદીએ સંસદ સત્ર શરૂ થતા પહેલા કરી વાત
  • સંસદનું સત્ર સકારાત્મક હોય- પીએમ મોદી

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે. PM મોદી સંસદ ભવન પહોંચ્યા છે. તેમણે સંબોધન કરતા જણાવ્યું કે મહત્વપૂર્ણ સત્રની આજથી શરૂઆત થઇ રહી છે.દેશ આ સત્રને બારીકાઇથી જોઇ રહ્યો છે. તેમણે સાથે એમ પણ જણાવ્યું કે સંસદનું સત્ર સકારાત્મક થાય. સાથે જ જણાવ્યું કે આ સત્ર મજબુત પાયો નાંખનારું બને તેવી આશા.

સદન 140 કરોડ દેશવાસીઓ માટે છે- PM મોદી

[[$googlead]]

તેમણે આગ્રહ પૂર્વક કહ્યું કે દેશવાસીઓએ આપણને અંહી દેશવાસીઓ માટે મોકલ્યા છે. આ સદન કોઇ દળ માટે નથી. માન્ય સાંસદો તમામ તૈયારીઓ સાથે ચર્ચા કરશે. દેશને નકારાત્મકતાની જરૂર નથી. એક વિકાસ અને પ્રગતિની વિચારધારની જરૂર છે. સદન 140 કરોડ દેશવાસીઓ માટે છે.

[[$alsoread]]

સદન દેશ માટે કોઇ દળ માટે નહી- પીએમ મોદી 

પીએમ મોદીએ અગાઉ સંસદ સત્રમાં સર્જાયેલી પરિસ્થિતિને લઇને વિપક્ષને ટકોર કરી હતી કે આ સદન દેશ માટે છે. 140 કરોડ દેશવાસીઓએ આપણને ચૂંટીને અહીં મોકલ્યા છે. આપણે દેશવાસીઓ વિશે અહીં લડવાનું છે. કોઇ દળ માટે નહી. તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ સંસદ સત્રમાં લોકતંત્રનું ગળુ દબાવવામાં આવ્યું. સદનમાં પીએમનો અવાજ રોકવામાં આવ્યો. તેમણે આગ્રહ પૂર્વક કહ્યું કે દેશવાસીઓએ આપણને અંહી દેશવાસીઓ માટે મોકલ્યા છે. આ સદન કોઇ દળ માટે નથી. માન્ય સાંસદો તમામ તૈયારીઓ સાથે ચર્ચા કરશે. દેશને નકારાત્મકતાની જરૂર નથી. એક વિકાસ અને પ્રગતિની વિચારધારની જરૂર છે. સદન 140 કરોડ દેશવાસીઓ માટે છે. 


હવે દેશ માટે લડો, પક્ષ માટે નહી

પીએમ મોદીએ વિપક્ષને ટકોર કરતા કહ્યું કે હવે પક્ષોની લડાઇ ખત્મ થઇ ગઇ. હવે દેશ માટે લડાઇ લડો. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક પક્ષોની રાજનીતિ નકારાત્મક છે. દેશવાસીઓએ આપણને દેશ માટે મોકલ્યા છે, પક્ષ માટે નહી. આ સંસદ કોઇ પક્ષ માટે નથી, દેશ માટે છે તેમ પીએમ મોદીએ જણાવ્યું. સાથે જ કહ્યું કે જનતાનો અવાજ રોકવામાં ન આવે. દેશને નકારત્મકતાની જરૂર નથી પરંતુ દેશને આગળ લઇ જનારી, વિકાસની વિચારધારાની જરૂર છે.


  • Follow us on: