- ફેસબુક, ટ્વિટર બાદ હવે મોદીની વોટ્સએપ પર એન્ટ્રી
- વધુ એક ડિજિટલ મીડિયા પર વડાપ્રધાન મોદી
- ચેનલ શરૂ થતા જ 26000 લોકો જોડાઈ ગયા
દેશવાસીઓ વડાપ્રધાન મોદી સાથે ડાયરેક્ટ ક્નેક્ટ થઈ શકે છે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની એક વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. એક નવી પહેલના દ્રષ્ટિકોણથી આને જોવામાં આવે છે. આનાથી યુવાનો માટે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરવી સરળ થઈ જશે. વડાપ્રધાન મોદી સાથે જોડાવવા માટે એક લિંક તૈયાર કરવામાં આવી છે. જેના થકી કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ જોડાઈ શકે છે.
રીપ્લાય નહીં કરી શકાય
લિંક પર ક્લિક કરતા જ PMની ચેનલ સાથે ક્નેક્ટ થઈ શકાશે. પણ ખાસ વાત એ છે કે, એની સામે કોઈ રીપ્લાય નહીં આપી શકાય. માત્ર મેસેજ અને કોઈ પોસ્ટ પર રીએક્ટ જ કરી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોટ્સએપ ચેનલને નરેન્દ્ર મોદી એવું નામ આપવામાં આવ્યું છે. આ લિંક પર ક્લિક કરતા જ નરેન્દ્ર મોદીની વોટ્સએપ ચેનલ પર પહોંચી શકાશે. ચેનલ પર વડાપ્રધાન મોદી બે હાથ જોડીને ઊભા છે એવું પ્રોફાઈલ પિક્ચર જોવા મળશે.
26000 લોકો જોડાયા
આ ચેનલ સંપૂર્ણ રીતે વેરિફાઈડ છે. અત્યાર સુધીમાં આ ચેનલ પર 26000 લોકો જોડાઈ ચૂક્યા છે. આ ચેનલ પર વડાપ્રધાન મોદીએ એક મેસેજ પણ લખ્યો છે. તેમણે લખ્યું હતું કે, વોટ્સએપ ગ્રૂપ સાથે જોડાઈને રોમાંચિત છું. સતત વાતચીતમાં આ એક વધું મોટું પગલું છે. આ સાથે સંસદની નવી ઈમારતનો ફોટો પણ શેર કરાયો હતો. આ પહેલા વડાપ્રધાન મોદી ટ્વિટર અને ફેસબુક પર એકાઉન્ટ ધરાવે છે. જ્યાં એમના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. સમયાંતરે તેઓ આના પર નવી નવી અપડેટ પણ પોસ્ટ કરતા રહે છે.