- PM મોદીએ વારાણસીમાં ત્રીજી વખત ઉમેદવારી પત્ર ભર્યુ
- વડાપ્રધાન ત્રીજી વખત કાશીથી ચૂંટણી લડી રહ્યા છે
- એક દિવસ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો પણ કર્યો હતો
PM મોદી આજે વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યુ છે. વડાપ્રધાન ત્રીજી વખત કાશીથી ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશનના એક દિવસ પહેલા પીએમ મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો પણ કર્યો હતો. આ બેઠક પર 1 જૂને મતદાન થશે.

લોકસભા ચૂંટણી 2024ની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ
લોકસભા ચૂંટણી 2024ની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યુ. તેમની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહ્યા. વડાપ્રધાન પહેલા બનારસમાં દશાશ્વમેધ ઘાટ ગયા અને કાલ ભૈરવ મંદિરના દર્શન કરી આશિષ મેળવ્યા હતા

આ નેતાઓ અત્યાર સુધી વારાણસી પહોંચી ગયા છે
અમિત શાહ, રાજનાથ સિંહ, ચિરાગ પાસવાન, રામદાસ આઠવલે, અમિત શાહ, જયંત ચૌધરી, ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ, અનુપ્રિયા પટેલ, પ્રફુલ પટેલ, ચંદ્રાબાબુ નાયડુ, એકનાથ શિંદે, હરદીપ પુરી, પવન કલ્યાણ ઉપસ્થિત છે.
પીએમ મોદીએ ઉમેદવારી નોંધાવી
પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી. પીએમ મોદી 2014થી સતત ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. પીએમ મોદીના નોમિનેશન દરમિયાન સીએમ યોગી તેમની પાછળ બેઠેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીના નોમિનેશનમાં એનડીએના 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.









