- નિર્મલા સીતારમણે આજે સાતમી વખત રજૂ કર્યુ બજેટ
- મોદી સરકાર 3.0ના કાર્યકાળનું પ્રથમ બજેટ
- પીએમ મોદી બજેટને લઇને કરી રહ્યા છે સંબોધન
પીએમ મોદીએ બજેટ 2024ને લઇને સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટથી મિડલ ક્લાસને મદદ મળશે. આર્થિક વિકાસને ગતિ મળશે. આ બજેટ સમૃદ્ધિ તરફ લઇ જનારુ બજેટ છે. આ બજેટ થકી કરોડો લોકોને રોજગારી મળશે તેમ જણાવ્યું. દરેક વર્ગને બળ આપનારુ બજેટ છે.
દેશને નવી ઊંચાઇ પર લઇ જનારું બજેટ- પીએમ મોદી
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે આ બજેટ દેશને નવી ઊંચાઇ પર લઇ જનાર છે. બજેટથી અર્થતંત્રને નવી તાકાત મળશે. તેમજ દરેક વર્ગને લાભ પહોંચાડનાર બજેટ છે. સાથે જ જણાવ્યું કે નાના ઉદ્યોગો માટે બજેટમાં અનેક જોગવાઇ કરવામાં આવી છે. જેનાથી આર્થિક વિકાસને નવી ગતિ મળશેઃ PM વિકાસની ગતિને નિરંતતા મળશે. રોજગાર અને સ્વરોજગારને અભૂતપૂર્વ અવસર મળશે તેમ જણાવ્યું.
ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશુઃ PM
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે 1 કરોડ યુવાઓને ઇન્ટર્નશીપની યોજનાને કારણે દેશની ટોપ કંપનીઓમાં તાલીમ અપાશે. સાથે જ જણાવ્યું કે મુદ્રા લોનની લિમિટને વધારી 20 લાખ કરાઇ છે. નીમ્ન વર્ગના લોકોને રોજગારી માટે બળ મળશે. સાથે જ કહ્યું કે MSME સાથે મધ્યમ વર્ગ જોડાયેલો છે, ગરીબ લોકોને MSME થકી રોજગાર મળશે. MSME માટે નવી યોજનાઓ જાહેર કરાઇ છે.
આદિવાસી, દલિતો, પછાત વર્ગોને સશક્ત કરનારુ બજેટ- પીએમ મોદી
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે આ આદિવાસી સમુદાય, દલિતો અને પછાત વર્ગોને સશક્ત કરવા માટેનું બજેટ છે. ઉત્પાદન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બજેટમાં ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટમાં બિહારમાં ત્રણ એક્સપ્રેસ વે અને બક્સરમાં ગંગા નદી પર બે નવા પુલ બનાવવા માટે રૂ. 26 હજાર કરોડની જોગવાઈ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેવી જ રીતે અમરાવતીને રાજધાની બનાવવા માટે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશને 15 હજાર કરોડ રૂપિયા આપવા જઈ રહી છે.
બનશે વેજિટેબલ પ્રોડક્શન ક્લસ્ટર્સ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે બજેટમાં ખેડૂતોની પણ વાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ખેડૂતો બહુ મોટુ ફોકસ છે. અન્ન ભંડારણની બહુ મોટી સ્કીમ બાદ હવે વેજિટેબલ પ્રોડક્શન ક્લસ્ટર્સ બનાવવા જઇ રહ્યા છીએ. જેનાથી નાના ખેડૂતોને શાકભાજી, ફળ અને અન્ય ઉત્પાદન માટે બજાર મળી રહેશે. સાથે જ ભાવ પણ સારા મળી રહેશે.









