દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી દિલ્હીના કરતાર નગર પહોંચ્યા હતા. અહીં તેમણે જાહેર સભા સંબોધી હતી. પરંતુ સભા સંબોધન પહેલા તેમણે પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલી નાસભાગને લઇને દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે જણાવ્યું કે પ્રયાગરાજમાં જે ઘટના થઇ તેનાથી દુઃખી છુ. કેટલાક પુણ્યાત્માઓને ગુમાવવા પડ્યા છે. કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. હું પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. અને ઇજાગ્રસ્તે જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરુ છું. હું રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છું. મૌની અમાસને કારણે કરોડો શ્રદ્ધાળુઓ આજે મહાકુંભ પહોંચ્યા છે. કેટલાક સમય માટે સ્નાનની પ્રક્રિયામાં વિક્ષેપ આવ્યો હતો, પરંતુ છેલ્લા ઘણા કલાકોથી સુચારુ રૂપે યાત્રીઓ સ્નાન કરી રહ્યા છે. હું ફરી એકવાર એ પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. 


[[$googlead]]

અકસ્માત અંગે પીએમ મોદી અને રેલમંત્રી વચ્ચે વાતચીત

દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાઈ રહેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પીએમ મોદીએ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી હતી. . મહાકુંભમાં ભાગદોડ બાદ, પ્રયાગરાજથી શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેલ્વેની તૈયારીઓ વિશે માહિતી લેવામાં આવી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીને પ્રયાગરાજમાં રેલ્વે દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા વિશે માહિતી આપી.

[[$alsoread]]

360થી વધારે ટ્રેનો 

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીને જણાવ્યું કે આજે પ્રયાગરાજથી 360 થી વધુ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલ્વે મંત્રીએ પીએમ મોદીને જણાવ્યું કે પ્રયાગરાજના ઘણા રેલ્વે સ્ટેશનો પર દર 4 મિનિટે એક ટ્રેન આવી રહી છે અને રવાના થઈ રહી છે. ભીડ નિયંત્રણ માટે પ્રયાગરાજના તમામ રેલ્વે સ્ટેશનો પર RPF અને GRP કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મુસાફરોને કલર કોડ અનુસાર સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

  • Follow us on: