• લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદીએ સંબોધી જનસભા
  • મહારાષ્ટ્રના નંદુરબારમાં સંબોધી સભા
  • શિવસેના અને કોંગ્રેસને લીધી આડેહાથ

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રમાં જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રની શિવસેના અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે બાળાસાહેબ ઠાકરેને યાદ કરીને વિપક્ષ મહાવિકાસ અઘાડી ગઠબંધન પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેણે પોતાની સામે સંજય રાઉતના વાંધાજનક નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો.

નકલી શિવસેના મને દાટવાની વાતો કરે છે- પીએમ મોદી

[[$googlead]]

પીએમ મોદીએ મહારાષ્ટ્રના નંદુરબારમાં જનસભા સંબોધી હતી. જે દરમિયાન તેમણે કહ્યું કે એક તરફ નકલી શિવસેના છે જે મને જીવતો દાટવાની વાત કરે છે,તો બીજી તરફ કોંગ્રેસ કહે છે મોદી તારી કબર ખોદાશે. પીએમ મોદીએ તેમાં પણ તુષ્ટિકરણ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ સવાલ પણ પૂછ્યો કે શું તુષ્ટિકરણ માટે વોટ બેંકને પસંદ આવે તેવી ગાળો આપશો? તેમણે કહ્યું કે તેમના આવા વર્તનથી બાળાસાહેબને કેટલું દુઃખ થતુ હશે. તેઓ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને પ્રચારમાં સાથે લઇ જાય છે.

[[$alsoread]]

નકલી શિવસેના કહીને કર્યા પ્રહાર

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓ સપના જોઈ રહ્યા છે કે તેઓ મોદીને જમીનમાં દાટી દેશે પરંતુ તેમનું રાજકીય મેદાન સરકી રહ્યું છે. તેઓ નથી જાણતા કે દેશની માતાઓ અને બહેનો મોદીની રક્ષા કરશે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે મોદીને જીવતો તો શું, મૃત્યુ બાદ પણ તમે દાટી નહી શકો. 

શું બોલ્યા હતા સંજય રાઉત ?

અહમદનગરમાં એક જાહેરસભાને સંબોધિત કરતી વખતે સંજય રાઉતે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો અને ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો. વડાપ્રધાન અને ગૃહમંત્રીને ઉદ્યોગપતિ ગણાવતા રાઉતે કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો જન્મ પણ ગુજરાતમાં થયો છે. શિવસેના-યુબીટી નેતાએ કહ્યું કે, "છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો, તેથી મહારાષ્ટ્રનો પોતાનો ઇતિહાસ છે. આ ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો, ઈતિહાસ જુઓ.તેમણે કહ્યું ધ્યાન રાખો એકવાર ઓરંગઝેબને અમે મહારાષ્ટ્રથી બહાર કર્યો હતો. 27 વર્ષ ઓરંગઝેબ મહારાષ્ટ્રની જીત માટે લડતો રહ્યો અંતે તે જ ઓરંગઝેબને અમે જમીનમાં દાટીને કબર બનાવી દીધી

  • Follow us on: