PM નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. છેલ્લા એક મહિનામાં મોદીની મહારાષ્ટ્રની આ બીજી મુલાકાત છે. તે 30 ઓગસ્ટે મહારાષ્ટ્રના પાલઘર ગયા હતા. ત્યારબાદ તેણે છત્રપતિ શિવાજીની પ્રતિમા પડવાના મામલે માફી માંગી હતી. તેમજ 76 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે તેઓ મહારાષ્ટ્રના વર્ધામાં પીએમ વિશ્વકર્મા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ સાથે જ પીએમ મોદી આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટ-અપ યોજના પણ લોન્ચ કરી હતી.
કોંગ્રેસની વિચારસરણી દલિત વિરોધી
પીએમ મોદીએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે કારીગરો અને નાના કારીગરોને બિઝનેસ કરવામાં મદદ મળી રહી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસે SC, ST, OBCને આગળ વધવા ન દીધા. વધુમાં કહ્યું કે કોંગ્રેસની વિચારસરણી દલિત અને પછાત વિરોધી છે. તેમણે કહ્યં કે વિશ્વકર્મા યોજનાથી લોકોને ફાયદો થઇ રહ્યો છે.
વિશ્વકર્મા બંધુઓનું જીવન ઉજ્જવળ બને તે અમારુ લક્ષ્ય
PM મોદીએ કહ્યું છે કે વિશ્વકર્મા યોજનાની મૂળ ભાવના છે – આદર, શક્તિ અને સમૃદ્ધિ. તેનો અર્થ એ છે કે વિશ્વકર્મા ભાઈઓના જીવનમાં પરંપરાગત કૌશલ્યો માટે આદર, કારીગરોનું સશક્તિકરણ અને સમૃદ્ધિ થાય તે અમારું લક્ષ્ય છે.
આજની કોંગ્રેસમાં નફરતનું ભૂત પ્રવેશી ગયુ છે- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ખેડૂતોને કોંગ્રેસે નુકસાન પહોંચાડ્યુ છે. તેમને ફરી મોકો ન આપવો જોઇએ. તેમણે ચૂંટણી ટાણે ખેડૂતોને મોટા મોટા વાયદા કર્યા અને ચૂંટણી બાદ તેઓ વાયદા નિભાવતા નથી. આજે જે કોંગ્રેસ આપણે જોઇ રહ્યા છીએ તે કોંગ્રેસ એ નથી જેની સાથે મહાત્મા ગાંધી જેવા મહાપુરુષ જોડાયેલા હતા . આજની કોંગ્રેસમાં નફરતનું ભૂત પ્રવેશી ગયુ છે. કોંગ્રેસના લોકોની ભાષા અને બોલી વિદેશી ધરતી પર જઇને દેશને તોડવાની વાત કરે છે. ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું અપમાન કરે છે. ટુકડે ટુકડે ગેંગ અને અર્બન નક્સલના લોકો ચલાવી રહ્યા છે તે કોંગ્રેસ છે. સૌથી ભ્રષ્ટ પાર્ટી છે. જે પાર્ટીમાં આસ્થા અને સંસ્કૃતિનું સન્માન થાય તે પાર્ટી ક્યારેય ગણપતિ પૂજાનો વિરોધ ન કરી શકે. પણ કોંગ્રેસને ગણપતિ પૂજાથી નફરત છે. કોંગ્રેસ સરકારે ગણપતિજીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. પોલીસ વેનમાં ગણપતિજીની મૂર્તિને કેદ કરાવી દીધી









