• કન્યાકુમારી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન મગ્ન પીએમ મોદી

  • પીએમ મોદી અહીં 45 કલાક માટે કરી રહ્યા છે ધ્યાન
  • ભગવા કપડામાં સજ્જ છે પીએમ મોદી 

પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે તમિલનાડુ પહોંચ્યા હતા. તમિલનાડુમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમનું ધ્યાન શરૂ થયું છે.ત્યારે  ધ્યાનમાં બેઠા હોય તેવી પ્રથમ તસવીર અને  વીડિયો સામે આવ્યા છે. 

ભગવા કપડામાં સજ્જ

[[$googlead]]

પીએમ મોદી ભગવા કપડામાં સજ્જ છે. માથે ત્રિપુંડ લગાવેલુ છે અને હાથમાં રુદ્રાક્ષની માળા છે. પીએમ મોદી ધ્યાન મગ્ન અવસ્થામાં જોવા મળી રહ્યા છે.  મહત્વનું છે કે પીએમ મોદી  ગઇ કાલે સાંજે  6.45 કલાકે મેડિટેશનમાં બેઠા હતા. હવે તે 45 કલાક ધ્યાન અવસ્થામાં રહેશે. આ પહેલા પીએમ મોદી ભગવતી અમ્માન મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા કરી હતી. જેના દ્રશ્યો વહેલી સવારે સામે આવ્યા છે. 

[[$alsoread]]

45 કલાક નોન સ્ટોપ સાધના

પીએમ મોદી વિવેકાનંદ મેમોરિયલના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે પીએમ મોદી ભગવા વસ્ત્રોમાં સજ્જ છે. તેઓ વિવેકાનંદની પ્રતિમા સામે આસન લગાવીને બેઠાછે. હાથમાં માળા છે. તેઓ નમન કરતા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે સૂર્ય નારાયણને જળ ચઢાવતા પણ જોવા મળી રહ્યા છે. પીએમ મોદીની આ આદ્યાત્મિક સાધના 1 જૂન સુધી ચાલશે. તેઓ નોનસ્ટોપ 45 કલાક ધ્યાનમાં લીન રહેશે. આ દરમિયાન તેઓ ભોજન નહી લે માત્ર ફળાઆહાર કે લિક્વીડ જ લેશે. 


અહીં જ સ્વામી વિવેકાનંદે ધર્યુ હતુ ધ્યાન


સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા માટે 1893 માં શિકાગો ગયા હતા. અહીં તેમણે એ ભાષણ આપ્યું હતું, જેનો પડઘો આખી દુનિયામાં સંભળાયો હતો. આજે પણ તેમના ભાષણની ચર્ચા થાય છે. એવું કહેવાય છે કે તે પ્રવાસ પહેલા તેઓ 24 ડિસેમ્બર 1892ના રોજ કન્યાકુમારીની મુલાકાતે ગયા હતા. અહીં દરિયા કિનારેથી લગભગ 500 મીટર દૂર તેમણે પાણીની વચ્ચે એક વિશાળ પથ્થર જોયો. તેઓ તરીને ત્યાં પહોંચ્યા અને ત્યાં જઇને ધ્યાન માં મગ્ન થઈ ગયા.. અંતે તેમણે પોતાના જીવનનું લક્ષ્ય અને તેને પરિપૂર્ણ કરવા માટે જરૂરી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નરેન્દ્ર વિવેકાનંદ બની ગયા. સ્વામી વિવેકાનંદે અહીં જ તપસ્યા કરી અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું.

કેમ ખાસ છે આ જગ્યા ?

વર્ષ 1970 માં પથ્થરની નજીક સ્વામી વિવેકાનંદને સમર્પિત એક ભવ્ય સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. જેમાં ચાર મંડપ છે. આ મંદિરનું આર્કિટેક્ચર ડીટેઇલ એન્ટિક સ્ટાઇલનું છે. આ 70 ફૂટ ઊંચો ગુંબજ લાલ અને વાદળી ગ્રેનાઈટથી બનેલો છે. આ જગ્યા 6 એકરમાં ફેલાયેલી છે. અહીં 4 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર સ્વામી વિવેકાનંદની મોટી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. કાંસાની બનેલી આ પ્રતિમાની ઉંચાઈ લગભગ સાડા આઠ ફૂટ છે. માન્યતાઓ અનુસાર, દેવી પાર્વતીએ પણ આ સ્થાન પર બેસીને ભગવાન શિવની રાહ જોઇ હતી.આ સ્થાન ભારતનો દક્ષિણ છેડો છે.આ ઉપરાંત આ સ્થાન હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ પણ છે.

  • Follow us on: