- લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ
- પીએમ મોદી બિહારમાં સંબોધી રહ્યા છે રેલી
- પીએમ મોદી પાટલિપુત્રમાં સંબોધી રેલી
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર પુરજોશમાં કરવામાં આવ્યો છે. પીએમ મોદી આજે બિહારમાં પ્રચાર કરવા પહોંચ્યા છે. પાટલિપુત્રમાં પીએમ મોદી જનસભા સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
ઇન્ડિ ગઠબંધન પર વરસ્યા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે તમામ પરિવાર વાદીઓ મળીને પ્રધાનમંત્રીની ખુરશી પર મ્યુઝિકલ ચેર રમવા માંગે છે. ઇન્ડિ ગઠબંધનના લોકો ઘોર સાંપ્રદાયિક, ઘોર પરિવારવાદી, ઘોર જાતિવાદી છે. પીએમ મોદીએ સવાલ કર્યો કે શું આવા લોકો દેશનું ભલુ કરી શકે ખરા.
અનામતને લઇને વિપક્ષ પર વરસ્યા પીએમ મોદી
PM મોદીએ કહ્યું આરજેડી અને કોંગ્રેસે મળીને SC,ST,OBC અનામત પર નજર રાખીને બેઠાછે. ચોર આવીને ચોરી કરી જાય તેવી રીતે તમારા હકને લૂંટ્યો છે. પીએમ મોદીએ કહ્યું વિપક્ષ ધાર્મિક આધાર પર અનામત આપવા માંગે છે.SC,ST,OBC સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તેમણે SC,ST,OBCનો હક મુસલમાનોને આપી દીધો છે. જે સંવિધાનની વિરુદ્ધ છે. કોંગ્રેસે પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે રાતોરાત કાયદો બદલી દીધો. અને હજારો સંસ્થાઓને માઇનોરિટી ઇન્સ્ટીટ્યુશન જાહેર કરી દીધી તેમ પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો.
હું ગેરંટી આપુ છુ કે..
PM મોદીએ પશ્ચિમ બંગાળમાં 77 મુસ્લિમ જાતીઓને મળતા અનામતને લઇને પણ વાત કરી હતી, તેમણે કહ્યું કે આ મામલે કોલકાતા હાઇકોર્ટે નિર્ણય આપ્યો પરંતુ વિપક્ષ તેની પણ અવગણના કરી રહ્યુ છે. સાથે જ જણાવ્યું કે કર્ણાટકમાં પણ રાતોરાત કોંગ્રેસે મુસ્લિમોને અનામત આપી દીધુ. તેઓ ધર્મના આધારે અનામત આપવા માંગે છે, પરંતુ હું આજે દેશને ગેરંટી આપુ છું કે જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી SC,ST,OBCના હકો છીનવાશે નહી, આ મોદીની ગેરંટી છે તેમ જણાવ્યું.









