• INDI ગઠબંધનનો એક રાજકુમાર દિલ્હી, બીજો બિહારને જાગીર માને છેઃ PM મોદી
  • RJDના વડાએ નકલી તપાસથી ગોધરાકાંડના ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કર્યો
  • દરભંગામાં જાહેર સભામાં મિથિલાના પરિવારજનો તરફથી મળેલા અપાર આશીર્વાદ

2024ની લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરમાં ચાલી રહ્યો છે. સમગ્ર વિશ્વની નજર ભારતની લોકસભા ચૂંટણીના મહાપર્વ પર છે. વિવિધ દેશના નેતાઓ ભારતની ચૂંટણી રણનિતિ જોવા ભારતમાં આવ્યાં છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બિહારના દરભંગામાં જાહેર સભામાં મિથિલાના પરિવારજનો તરફથી મળેલા આશીર્વાદ દર્શાવે છે કે બિહારમાં ભાજપ - NDA માટે કોઈ સ્પર્ધા નથી.

એક દિવસ એવો પુત્ર આવશે જે 500 વર્ષની પ્રતિક્ષાનો અંત લાવશે

[[$googlead]]

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમગ્ર બિહારમાં NDAને મળી રહેલા જબરદસ્ત જનસમર્થનને કારણે ભારતીય ગઠબંધનના લોકો બેચેની અનુભવી રહ્યાં છે. મિથિલાની પવિત્ર ભૂમિ પર લોકોના આ આશીર્વાદ જબરજસ્ત છે. આપણા પૂર્વજો જાણતા હતા કે, એક દિવસ એવો પુત્ર આવશે જે 500 વર્ષની પ્રતિક્ષાનો અંત લાવશે અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સ્વપ્ન સાકાર કરશે!

[[$alsoread]]

ભારત ગઠબંધનનો રાજકુમાર દિલ્હીને પોતાની જાગીર માને છે

આ સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત ગઠબંધનનો એક રાજકુમાર દિલ્હીને પોતાની જાગીર માને છે અને બીજો રાજકુમાર બિહારને પોતાની જાગીર માને છે. તમે જાણો જ છો કે, તેમના રિપોર્ટ કાર્ડમાં કૌભાંડો અને બેફામ કાયદો અને વ્યવસ્થા સિવાય કશું જ નથી. વધુમાં તમે જાણો જ છો કે, પંડિત નેહરુ પણ ધર્મના આધારે અનામતના વિરોધમાં હતાં.

RJDના વડાએ ગોધરાકાંડના ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કર્યો

વધુમા, વડાપ્રધાન મોદીએ લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર કરતાં કહ્યું કે, આખા દેશે જોયું છે કે, રેલ્વે મંત્રી રહેલા RJDના વડાએ કેવી રીતે નકલી તપાસના અહેવાલ બનાવી ગોધરાકાંડના ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આજે દરભંગામાં જાહેર સભામાં મિથિલાના પરિવારજનો તરફથી મળેલા અપાર આશીર્વાદ દર્શાવે છે કે, બિહારમાં ભાજપ-એનડીએ માટે કોઈ સ્પર્ધા નથી.

  • Follow us on: