- યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે શરુ કરાયું હતું ઓપરેશન ગંગા
- ઓપરેશન ગંગા પર બનેલ ડોક્યુમેન્ટ્રી પર પીએમ મોદીએ કર્યું ટ્વીટ
- તે ભારતની અદમ્ય ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છેઃ પીએમ મોદી
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે 'ઓપરેશન ગંગા' શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ ઓપરેશન પર એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી રહી છે. જેનું નામ છે 'ધ ઈવેક્યુએશનઃ ઓપરેશન ગંગા' છે. આ ડોક્યુમેન્ટ્રીને લઈને પીએમ મોદીનું નિવેદન સામે આવ્યું છે. ઓપરેશન ગંગા પર બનેલી ડોક્યુમેન્ટ્રીને લઈને પીએમ મોદીનું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટેના ઓપરેશન ગંગા પર એક નવી ડોક્યુમેન્ટરી ઓપરેશન સાથે સંબંધિત તમામ પાસાઓ પર ખૂબ જ માહિતીપ્રદ હશે.
આપણા લોકો સાથે ઉભા રહેવાનો સંકલ્પ દર્શાવે છે
પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે, 'ઓપરેશન ગંગા આપણા લોકોની સાથે ઊભા રહેવાના અમારા સંકલ્પને દર્શાવે છે, ભલે ગમે તેટલો મુશ્કેલ પડકાર હોય. તે ભારતની અદમ્ય ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે. આ ડોક્યુમેન્ટરી આ કામગીરીને લગતા તમામ પાસાઓ પર ખૂબ જ માહિતીપ્રદ હશે.










