• આજે સાંજે 5 વાગે પીએમ મોદીનો રોડ શો
  • રાત્રિ રોકાણ વારાણસીમાં કરશે પીએમ મોદી
  • રોડ શોને લઇને તૈયારીઓ તેજ
પીએમ મોદી આજે સાંજે 5 વાગે વારાણસીમાં રોડ શો કરી રહ્યા છે. જેને લઇને વહીવટી તંત્ર, ભાજપના કાર્યકરો તથા સુરક્ષાને લઇને અધિકારીઓ અને પોલીસ આગેવાનો સજ્જ બન્યા છે. કાશીની ખૂણે ખૂણે બંદોબસ્ત ખડકી દેવાયો છે. આ રોડ શૉને ભવ્ય બનાવવા ભાજપે બરાબરની કમર કસી છે. ત્યારે આવો જાણીએ કાશીમાં કેવી ચાલી રહી છે તૈયારીઓ

ભગવા રંગે રંગાયુ કાશી
પીએમ મોદીના આગમનને લઇને કાશીને આકર્ષક રીતે શણગારવામાં આવી રહ્યુ છે. કાર્યકરોમાં ગજબનો ઉત્સવ જોવા મળી રહ્યો છે. ચાર રસ્તા તેમજ રસ્તાઓ પાર્ટીના ઝંડા, રંગબેરંગી રિબીન તથા ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે. કેટલાક સ્થળોએ ફુગ્ગા અને અને ભગવા વસ્ત્રોથી સજાવટ કરવામાં આવી છે. કાશીની એક એક ગલી ભગવા રંગથી ચમકી રહી છે. લંકાથી વિશ્વનાથ ધામ સુધીના રૂટને આકર્ષક બનાવવામાં આવી રહ્યો છે.

જવાબદારીઓ સોંપાઇ
પાંચ કિલોમીટર લાંબો રોડ શો બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના ગેટ ઈન્ટર સેક્શનથી શરૂ થશે, જ્યાં પીએમ મોદી BHUના સ્થાપક 'મહામના' પંડિત મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. રોડ શો કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર 4 પર સમાપ્ત થશે. ત્યારે સમગ્ર રોડ શોમાં આવતી કુલ 11 બીટની જવાબદારી જનપ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવી છે.

14મેએ શું છે કાર્યક્રમ ?
  • 14મેએ વારાણસીથી ભરશે ઉમેદવારી ફોર્મ
  • 11.40 કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે
  • ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જશે અસ્સી ઘાટ
  • ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કાલભૈરવના મંદિરે કરશે દર્શન
  • 10.15 કલાકે કાલ ભૈરવના કરશે દર્શન
  • 10.45 કલાકે NDAના નેતાઓ સાથે કરશે બેઠક
  • ઉમેદવારી ફોર્મ ભરશે તે દરમિયાન NDAના કાર્યકરો રહેશે હાજર
  • 12.15 કલાકે કાર્યકરતાઓ સાથે કરશે બેઠક
  • Follow us on:

[[$googlead]]