• લોકસભાની ચૂંટણીને લઇને શાબ્દિક પ્રહાર તેજ
  • લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીના પરિવારને લઇને કરી હતી ટિપ્પણી
  • પીએમ મોદીએ આપ્યો વળતો જવાબ, કહ્યું 140 કરોડની જનતા મારો પરિવાર

લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઇ ગયુ છે. ગઇકાલે પટનામાં આયોજિત રેલીમાં લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીના પરિવાર વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેને લઇને પીએમ મોદીએ વળતો પ્રહાર કરતા કર્યો છે.

પીએમ મોદીનો વિપક્ષને વળતો જવાબ

[[$googlead]]

પીએમ મોદીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. આજે દેશની કરોડો દીકરીઓ, માતાઓ અને બહેનો મોદીનો પરિવાર છે. દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે. જેમનું કોઈ નથી, તેઓ પણ મોદીના છે અને મોદી પણ તેમના છે. તેમણે કહ્યું કે વિપક્ષી દળો દ્વારા પીએમ મોદીના પરિવારને લઇને નિવેદનો આપી રહ્યા છે. પરંતુ ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણમાં ગળાડૂબ ગઠબંધનના નેતાઓ બોખલાઇ ગયા છે. હું પરિવારવાદ પર સવાલ ઉઠાવુ છુ તો તેઓએ હવે મોદીનો કોઇ પરિવાર નથી તે બોલવાનું શરૂ કરી દીધુ છે. 

[[$alsoread]]

મે હુ મોદી પરિવાર- પીએમ મોદી

પીએમ મોદીએ નવો નારો આપતા જણાવ્યું કે આજે આખો દેશ એક સૂરમાં કહી રહ્યો છે કે મે હું મોદી કા પરિવાર, મૈને મોદી કુટુમ્બકમ. પીએમ મોદીએ મે હુ મોદી પરિવારના નારો લગાવ્યો હતો. જનતાએ પણ ખુશી ખુશી આ નારો તેમની સાથે રિપીટ કર્યો હતો. 

  • Follow us on: