- લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ
- પીએમ મોદી આજથી 10 દિવસ ભારતના પ્રવાસ
- તેલંગણાના આદિલાબાદમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પ્રચાર પ્રસાર અભિયાન તેજ કર્યુ છે. તો બીજી તરફ વિવિધ રાજ્યોને વિકાસના કાર્યોની ભેટ પણ મળી રહી છે. ત્યારે આજથી 10 દિવસ પીએમ મોદી દેશના 12 રાજ્યોના પ્રવાસે છે. તેઓ આજે તેલંગણાના આદિલાબાદ પહોંચ્યા છે.
ઇન્ડિ ગઠબંધનના નેતાઓ નર્વસ - પીએમ મોદી
ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા ભારતીય ગઠબંધનના નેતાઓ નર્વસ બની રહ્યા છે. હવે તેઓએ 2024ની ચૂંટણી માટે પોતાનો વાસ્તવિક ઢંઢેરો જાહેર કર્યો છે. હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું ત્યારે આ લોકો હવે કહેવા લાગ્યા છે કે મોદીનો કોઈ પરિવાર નથી. આવતીકાલે તેઓ એમ પણ કહી શકે છે કે તમને ક્યારેય જેલની સજા થઈ નથી, તેથી તમે રાજકારણમાં પ્રવેશી ન શકો.
મારુ ભારત, મારો પરિવાર- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે મારુ જીવન ખુલી પુસ્તક જેવુ છે. દેશવાસીઓ સારી રીતે ઓળખે છે. મારી પળપળની ખબર દેશ રાખે છે. હું મોડી રાત સુધી કામ કરુ છું તો દેશ મને કહે છે કે તમે આટલુ કામ ન કરો. આરામ કરો. એક સપનું લઇને બાળપણમાં ઘર છોડ્યુ હતું. એક સપનુ લઇને નીકળ્યો હતો કે હું દેશવાસીઓ માટે જીવીશ. મારી પળેપળ જનતા માટે હશે. મારુ કોઇ અંગત સપનુ નથી તમારા સપના એજ મારો સંકલ્પ હશે. એટલે જ હું કહુ છુ કે 140 કરોડ દેશવાસી એજ મારો પરિવાર. દેશવાસીઓ મને ખૂબ પ્રેમ આપે છે.
તેલંગણાના લોકોનું સપનુ સાકાર કરવાનો પ્રયાસ- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જે વિકાસનું સપનું તેલંગણાના લોકોએ જોયુ હતું તેને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર દરેક પ્રકારનો પ્રયાસ કરી રહી છે. એનટીપીસીજીની બીજી યુનિટનું લોકાર્પણ થયુ છે. જેનાથી વીજળીની ઉત્પાદન ક્ષમતા વધશે. રેલવે લાઇનના ઇલેક્ટ્રીફિકેશનનુ કામ પુરુ થઇ ગયુ છે. આ ઉપરાંત બે નવા નેશનલ હાઇવેનું શિલાન્યાંસ થયુ છે. જેથી તેલંગણાના વિકાસના વધુ ગતિ મળશે.
25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા- પીએમ મોદી
સભા સંબોધન કરતા તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારે તેલંગાણાના વિકાસ માટે મોટી રકમ ખર્ચી છે. અમારા માટે વિકાસનો અર્થ છે - ગરીબમાં ગરીબનો વિકાસ, દલિતો, વંચિતો, આદિવાસીઓનો વિકાસ. અમારા આ પ્રયાસોનું પરિણામ છે કે આજે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, આ અમારી ગરીબ કલ્યાણકારી યોજનાઓને કારણે શક્ય બન્યું છે. આગામી 5 વર્ષમાં વિકાસના આ અભિયાનને વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે.
વિકાસનો નવો અધ્યાય લખાશે- પીએમ મોદી
પીએમ મોદીએ સભા સંબોધન કરતા કહ્યું કે 30 થી વધુ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનું મને સૌભાગ્ય મળ્યુ છે. 56 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ તેલંગણા સહિત દેશના અન્ય રાજ્યોમાં વિકાસનો નવો અધ્યાય લખશે.
56 હજાર કરોડના વિકાસના કાર્યોની ભેટ
પીએમ નરેન્દ્ર મોદીએ અદિલાબાદમાં રૂ. 56,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું.









