મુંબઇ અને અમદાવાદમાં બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં બે દિવસ આ શો યોજાયો હતો. આ શોમાં વિવિધ સ્ટેટના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોલ્ડ પ્લે કોન્સર્ટની પીએમ મોદીએ પ્રશંસા કરી છે. ભારતમાં મોટા દિગ્ગજ કલાકારોના શોનું સફળ આયોજન થવા બદલ મહત્વની વાત કહી હતી.


કોલ્ડપ્લેને લઇને કરી ખાસ વાત

મહત્વનું છે કે નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇને ઓડિશા કોન્ક્લેવ 2025ને સંબોધતી વખતે કોલ્ડ પ્લે કોન્સર્ટને લઇને એક વાત ટાંકી હતી. તેમણે આ કોન્સર્ટનું સફળ આયોજન બદલ પ્રશંસા કરી હતી. તેમણે એક કાર્યક્રમમાં સંબોધતા કહ્યું કે છેલ્લા ઘણા દિવસોમાં તમે મુંબઇ અને અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની શાનદાર તસવીરો જોઇ હશે. જે દર્શાવે છે કે ભારતમાં લાઇવ કોન્સર્ટનો કેટલો સ્કોપ છે. દુનિયાભરના મોટા કલાકો ભારત તરફ આકર્ષાય છે. મને આશા છે કે રાજ્ય અને પ્રાઇવેટ સેક્ટર જરૂરી માળખાગત સુવિધાઓ અને કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પ્રધાનમંત્રીએ કોન્સર્ટ ઇકોનોમી વિશે કરી વાત 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દુનિયાભરના મોટા કલાકારો પણ ભારત તરફ આકર્ષાઈ રહ્યા છે. કોન્સર્ટ અર્થતંત્ર પ્રવાસનને વેગ આપી રહ્યું છે અને મોટા પાયે રોજગારીનું સર્જન કરી રહ્યું છે. હું રાજ્યો અને ખાનગી ક્ષેત્રને કોન્સર્ટ અર્થતંત્ર માટે જરૂરી સહાય પૂરી પાડવા વિનંતી કરું છું. હું તેઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરું છું. પછી ભલે તે ઇવેન્ટ મેનેજમેન્ટ હોય, કલાકારોનું ગ્રુમિંગ હોય, સુરક્ષા હોય કે અન્ય વ્યવસ્થા હોય. આ બધા ક્ષેત્રોમાં નવી સંભાવનારો ઉભી થઇ રહી છે.

ભારતમાં દમદાર રહ્યો કોલ્ડપ્લે શો

મહત્વનું છે કે બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેએ મુંબઈ અને અમદાવાદમાં પાંચ શો યોજાયા હતા. આ દમદાર કોન્સર્ટથી ચાહકોને મંત્રમુગ્ધ થઇ ગયા હતા. ભારતમાં કોલ્ડ પ્લેનો છેલ્લો કોન્સર્ટ રવિવારે અમદાવાદમાં યોજાયો હતો. કોલ્ડપ્લે તેના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન સાથે, તેમના મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર દરમિયાન ભારતમાં પાંચ કોન્સર્ટ રજૂ કર્યા હતા. બેન્ડે મુંબઈમાં ત્રણ શો સાથે શરૂઆત કરી હતી અને પછી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે સતત પ્રદર્શન સાથે તેનું સમાપન થયું.

ઓડિયો-વિઝ્યુઅલ સમિટને લઇને શું બોલ્યા પીએમ મોદી ?

ભારતમાં આગામી વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ પર બોલતા, વડા પ્રધાન મોદીએ કહ્યું, “આવતા મહિને, ભારત પહેલી વાર વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ સમિટ અથવા WAVES નું આયોજન કરશે. આ એક મોટી ઘટના હશે, જે ભારતની સર્જનાત્મક શક્તિને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરશે. રાજ્યોમાં આવા કાર્યક્રમો દ્વારા ઉત્પન્ન થતી આવક અને જાહેર ભાવના પણ અર્થતંત્રને વેગ આપવામાં ફાળો આપશે."

  • Follow us on: