આજે વર્ષ 2024ની છેલ્લી સાંજ છે અને થોડી જ ક્ષણોમાં દેશ વર્ષ 2025નું સ્વાગત કરશે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખાસ તસવીરો દ્વારા તેમને વર્ષ 2024ને યાદ કર્યુ છે. તેમણે 2024ની પોતાની કેટલીક યાદગાર પળોની તસવીરો શેર કરી છે, જેને 'PM Modi's 2024ની Travel through photographs' નામ આપવામાં આવ્યું છે.


વડાપ્રધાને એક્સ પર પોસ્ટ કરી આપી જાણકારી

NarendraModi.in પર શેર કરેલી આ તસવીરો PM મોદીની 2024ની યાદગાર પળોની ઝલક આપે છે. એક તસવીરમાં વડાપ્રધાન મોદી વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ટ્રેનમાં પોલેન્ડથી યુક્રેન જતા જોવા મળે છે. ત્યારે એક તસ્વીર દેશની લોકસભાની ચૂંટણીની યાદ અપાવી રહી છે.

https://www.instagram.com/p/DEPtBJpREb6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

રામલલાની પ્રતિમાના અભિષેકથી લઈ કચ્છમાં જવાનો સાથે દિવાળીની ઉજવણીની તસ્વીરો કરી શેર

આમાંની એક તસવીર 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામલલાની પ્રતિમાના અભિષેકની પણ છે. 2024ની લોકસભા ચૂંટણીને પણ તસવીરો દ્વારા યાદ કરવામાં આવી છે, જેમાં પીએમ મોદી જીત્યા અને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. PMએ વર્ષ 2024ની દિવાળી કચ્છમાં જવાનો સાથે ઉજવી હતી. તે તસ્વીર પણ વડાપ્રધાને મુકી છે. એક તસવીરમાં તે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને UPI ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિશે સમજાવતા જોવા મળે છે. આમાંથી કેટલીક તસવીરો ખૂબ જ રસપ્રદ છે, જેમ કે એક ફોટોમાં પીએમ મોદી યુવાનો સાથે કમ્પ્યુટર પર ગેમ રમતા જોવા મળે છે.

વર્ષ 2024માં વડાપ્રધાન મોદીએ ઘણા વૈશ્વિક નેતાઓ સાથે કરી મુલાકાત

તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં વડાપ્રધાન મોદીએ ઘણા વૈશ્ચિક નેતાઓ અને બિઝનેસમેનો સાથે મુલાકાત કરી છે. ત્યારે એક તસ્વીર બિલ ગેટ્સ સાથેની તેમની મુલાકાતને પણ યાદ કરાવે છે. આ સિવાય પોપ ફ્રાન્સિસ, વ્લાદિમીર પુતિન, વોલોડીમીર ઝેલેન્સકી જેવા વૈશ્વિક નેતાઓની તસવીરો પણ શેર કરવામાં આવી છે. અમેરિકાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ક્વાડ સમિટમાં હાજરી આપી હતી. તે બેઠકની તસવીર પણ છે. તસવીરોમાં વડાપ્રધાને તેમની અનેક વિદેશ યાત્રાઓને યાદ કરી છે. એક ફોટોમાં તે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે.

  • Follow us on: