- તમે પહેલાં કોઈની સાથે વાત કરવા કેવી રીતે મેનેજ કરતાં હતાંઃ PM મોદી
- 2014 અમારી સરકાર બનાવી ત્યારે દેશના ગામડાંમાં વીજળી પણ ન હતીઃ PM મોદી
- કોઈ ઈમરજન્સી આવશે ત્યારે તમે આ મોબાઈલ સેવાનો ઉપયોગ કરી શકશેઃ PM મોદી
ભારતના પ્રથમ ગામ જીયુમાં PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્થાનિક લોકો સાથે ફોન પર વાત કરી હતી. હિમાચલ પ્રદેશના સ્પીતિના જીયુ ગામમાં આજે પ્રથમ વખત મોબાઇલ નેટવર્ક મળ્યું છે, કારણ કે, અહીંના ગામમાં નેટવર્ક કનેક્ટિવિટી ન હતી. જીયુમાં મોબાઇલ સેવાઓની શરૂઆતથી અહીંના નાગરિકો માટે સંદેશાવ્યવહાર અને માહિતીનો ઉપયોગ થવાથી નવા યુગને આગળ લઈ જવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
ભારતના પ્રથમ ગામ કૌરિક અને ગુઆને ટેલિકોમ કનેક્ટિવિટી મળે
મળતી માહિતી અનુસાર, હવે ટેલિકોમ કનેક્ટિવિટી હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાના ભારતના પ્રથમ ગામ કૌરિક અને જીયુ સુધી પહોંચી ગઈ છે. આ ગામ દરિયાઈ સપાટીથી 14,931 ફૂટની ઉંચાઈ પર સ્થિત, આ દૂરના ગામડાઓ હવે ટેલિકોમ્યુનિકેશન સેવાઓનો ઉપયોગ કરી શકશે.
જીયુ ગામ ભારત અને ચીન સરહદથી થોડે જ દૂર
કૌરિક, હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાઓમાં આવેલું છે, તે સ્પીતિ નદીને મળે તે પહેલાં પરાંગ અથવા પારે ચુ નદીની ખીણમાં આવેલું છે. તે તિબેટની સરહદ નજીક સ્થિત છે. જીયુએ હિમાચલ પ્રદેશમાં સ્પીતિ ખીણના તાબો ગામની અંદર, તાબો મઠથી આશરે 40 કિમી દૂર આવેલું ગામ છે. અક્ષાંશ 31.11 અને રેખાંશ 77.16 પર સ્થિત, ગામ ભારત-ચીન સરહદથી થોડે દૂર છે.
ડિજિટલ ઈન્ડિયા અભિયાન ઝડપી બનશે
જીયુના ગ્રામજનો સાથે 13 મિનિટથી વધુની ટેલિફોનિક વાતચીતમાં PM મોદીએ દિવાળી દરમિયાન સરહદી પ્રદેશની તેમની મુલાકાત વિશે વાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગામડાઓને મોબાઈલ નેટવર્ક સાથે જોડવાથી 'ડિજિટલ ઈન્ડિયા' અભિયાન ઝડપી બનશે.
2014માં પહેલાં 18,000 થી વધુ ગામોમાં વીજળીનો અભાવ હતો
તેમજ વિદ્યુતીકરણ કવાયતમાં સફળતા મળ્યા બાદ સરકાર હવે તમામ સ્થળોને કોમ્યુનિકેશન ટેક્નોલોજી સાથે જોડવાની પ્રાથમિકતા આપી રહી છે, વડા પ્રધાને જણાવ્યું હતું કે જ્યારે તેઓ સત્તામાં આવ્યા ત્યારે 18,000 થી વધુ ગામોમાં વીજળીનો અભાવ હતો.
ગ્રામજનોએ 8 કિલોમીટર દૂર જવુ પડતુ હતું
એક ગ્રામવાસીએ તેમને કહ્યું કે, તેઓ એક ક્ષણ માટે પણ તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં જ્યારે તેમને કહેવામાં આવ્યું કે આ વિસ્તાર મોબાઇલ નેટવર્કથી કનેક્ટ થશે અને આખરે જ્યારે આવું થયું ત્યારે તેમની ખુશીની કોઈ સીમા ન હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓએ તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા માટે અગાઉ લગભગ આઠ કિલોમીટર સુધી મુસાફરી કરવી પડતી હતી.
વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સરહદી વિસ્તારોમાં વિકાસને વેગ આપશે સરકાર
મોદીએ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સરહદી વિસ્તારોમાં વિકાસને વેગ આપવા માટે તેમની સરકારના પ્રયાસોને હાઇલાઇટ કરતાં જણાવ્યું હતું કે અગાઉની વ્યવસ્થાઓએ આ પ્રદેશોને તેમના ભાગ્ય પર છોડી દીધા હતા.
સરકાર લોકોના જીવનની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરશે
PM મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં, તેઓ અત્યાર સુધીના જીવનની સરળતાને પ્રાથમિકતા આપ્યા પછી લોકોના જીવનની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેનાથી દૂરના વિસ્તારો, ગરીબો અને મધ્યમ વર્ગને ઘણો ફાયદો થશે, એમ મોદીએ જણાવ્યું હતું. 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' પ્રોગ્રામથી પણ આ પ્રદેશને ઘણો ફાયદો થશે.









