"ઓપરેશન સિંદુર" બાદ પ્રથમ વખત પીએમ મોદીએ દેશને સંબોધન કર્યુ છે. જેમાં તેઓએ ભારતીય સેનાને સલામ કરી છે. અને તેમના શૌર્યની પ્રશંસા કરી છે. પીએમે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશની તમામ દિકરીઓને આ શૌર્ય સમર્પિત છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની કિંમત અમે વસુલ કરી છે. "ઓપરેશન સિંદુર" ન્યાય માટે લેવામાં આવેલી પ્રતિજ્ઞા સમાન હોવાનું પણ પીએમ મોદીએ જણાવ્યુ હતુ.
આતંકના અડ્ડાઓનો કરાયો નાશઃ પીએમ
100થી વધુ આતંકી માર્યા ગયા હોવાની પુષ્ટી કરાઇ છે. ત્રણ દશકથી આતંકીઓ પાકિસ્તાનમાં ખુલેઆમ ફરી રહ્યા હતા. પરંતુ ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન ડરના માહોલમાં આવી ગયુ છે. દુશ્મન દેશના હુમલાઓ પર ભારતના ડ્રોન અને મિસાઇલોએ સટીક પ્રહાર કર્યા હતા. અને તેમના પાડોશી દેશના હુમલાઓ નિષ્ફળ બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનનું ઘમંડ તોડ્યુ છે. પરિસ્થિતિ ખરાબ થયા બાદ પાકિસ્તાને દુનિયા પાસે મદદ માંગી હતી.
અમે આતંક પર પ્રહાર કરતા રહીશું: પીએમ
પાકિસ્તાન સાથે માત્ર હવે આતંકવાદ પર જ વાતચીત થશે. ભારત આતંકના મૂળ પર કઠોર કાર્યવાહી કરશે. પાણી અને રક્ત એકસાથે નહી વહી શકે. પાકિસ્તાનને ચેતવણી આપતા પીએમ મોદીએ જણાવ્યુ હતુ. યુદ્ધના મેદાનમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચાટતા કરી દીધા છે.
આતંકના આકાઓના અડ્ડા ભારતે કર્યા ધ્વસ્તઃ પીએમ
ભારતે દુનિયાને બતાવી દીધુ છે કે, હવે માત્ર આતંક અને પીઓકે પર જ વાતચીત થશે. આતંકવાદ એક દિવસ પાકિસ્તાનને જ ખત્મ કરી દેશે. તેમ પીએમે પોતાના સંબોધનમાં કહ્યુ હતુ. પાકિસ્તાનમાં આતંકના ઢાંચા પર હુમલો કરવો જરુરી છે. "ઓપરેશન સિંદુર"ના કારણે આતંકવાદ અને પાકિસ્તાન સામે નવી નીતિ તૈયાર કરવામાં આવી છે. અમે સૈન્ય કાર્યવાહીને માત્ર સ્થગિત કરી હોવાનું પણ પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં સ્પષ્ટ કર્યું છે કે શાંતિનો માર્ગ શક્તિની સાથે જાય છે. પીએમે કહ્યું કે અમે પાકિસ્તાનના પરમાણુ બ્લેકમેલને બિલકુલ સહન કરીશું નહીં. પાડોશી દેશને યોગ્ય જવાબ આપવામાં આવશે.