• પીએમ મોદીનું દિલ્હી ભાજપ મુખ્યાલયથી સંબોધન
  • ભાજપના કાર્યકર્તાઓના પરિશ્રમને વખાણ્યો
  • દેશની જનતા આગળ હું નતમસ્તક છું : પીએમ મોદી

પીએમ મોદીએ ભાજપ મુખ્યાલય દિલ્હી ખાતે ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે તેમના સંબોધનમાં કહ્યું કે આજની જીત ઐતિહાસિક છે. આજે સબકા સાથ સબકા વિકાસની જીત થઈ છે. આજના વિજયથી લોકસભા 2024ના પરિણામોમાં વિજયની ગેરંટી મળી છે.

પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપનો ગ્રાફ લગાતાર ઊંચે જઈ રહ્યો છે. આ પરિણામોની અસર દૂરગામી થશે. ભારતનું લોકતંત્ર કેટલું પરિપક્વ અને મેચ્યોર છે તે આજે દુનિયાએ જોયું છે. આ પરિણામોના પડઘા દુનિયાને પણ સંભળાશે.

[[$googlead]]

આદિવાસી સમુદાયને લઈને પીએમ મોદીએ કહ્યું હતું કે આદિવાસી સમુદાયો પણ આજે પોતાની વાત ધીરજપૂર્વક અને આત્મવિશ્વાસથી મૂકી શકે છે. 7 દાયકા સુધી કોંગ્રેસની ખોટી નીતિઓના લીધે આ સમાજે ઘણું ભોગવ્યું છે. જો કે હવે આ આદિવાસી સમુદાયે કોંગ્રેસનો સફાયો કરી દીધો છે. આ સમુદાય પણ હવે વિકાસનો આકાંક્ષી છે અને વિકાસની પ્રક્રિયામાં સામેલ થવા તત્પર છે.

[[$alsoread]]

તેમણે કહ્યું હતું કે આજની જીતમાં દરેક મહિલા પોતાની જીત જુએ છે. આ જીતમાં સારા ભવિષ્યનું સ્વપ્ન જોઈ રહેલો યુવાન પણ પોતાની જીત જુએ છે. દરેક નાગરિક જે 2047માં ભારતને વિકસિત દેશ તરીકે જોવા માગે છે તેમને આજના પરિણામોમાં પોતાની જીત દેખાઈ રહી છે. આજે ફર્સ્ટ વોટર્સ ભારે ગર્વથી કહે છે કે મારો વોટ મારા વિજયનું કારણ બન્યો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે તેલંગાણાની જનતાએ પણ સમર્થન આપ્યું. તેમનો પણ આભાર માનું છું. ભાજપના કાર્યકર્તાઓએ આ વિજય માટે ઘણી મહેનત કરી છે. દેશની નારીશક્તિએ નક્કી કરીને નીકળી છે કે ભાજપનો વિજય પરચમ લહેરાવીને નીકળશે અને નારીશક્તિનું સુરક્ષા કવચ હોય ત્યારે કોઈ કશું બગાડી શકતું નથી. દેશનો વિકાસ અને સુશાસન એજ અમારો મંત્ર છે. નારી શક્તિનો વિકાસ એ ભાજપના વિકાસ મોડેલનો એક મહત્વનો સ્તંભ છે. આ ચૂંટણીમાં માતા-બહેનોએ ભાજપના વિજયની જવાબદારી જાતે ઉપાડી હતી અને અંતકરણથી આશિષ આપ્યા હતા. હું આજે દેશની માતા-બહેનોને કહેવા માંગુ છું કે જે વાયદો તમને ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે તે 100 ટકા પૂર્ણ થશે. આ મોદીની ગેરંટી છે અને મોદીની ગેરંટી એટલે દરેક ગેરંટીના પૂરા થવાની ગેરંટી. આજની જીતે 2024ની લોકસભા ચૂંટણીની જીતની ગેરંટી આપી છે. 

પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં ચાર જાતિઓ છે. યુવા, મહિલા, ખેડૂત અને વંચિતો. આ ચાર જાતિઓ આજની જીતને અનુભવી રહી છે. વંચિતો આજના વિજયથી ખુશ છે. દરેક મહિલા આજના વિજયથી ખુશ છે. અમે દેશની નારી શક્તિનું અભિનંદન કરીએ છીએ. નારી શક્તિનો વિકાસ એ દેશનો સ્તંભ છે. દરેક રીતે આજની જીત ઐતિહાસિક જીત છે. આ વિકસિત ભારતના લક્ષ્યની જીત છે. પ્રામણિકતા અને પારદર્શિતાની જીત છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આજે સુશાસનની જીત થઈ છે. અને એવામાં મારી જવાબદારીઓમાં પણ હવે વધારો થઈ ગયો છે. તેમણે જનતાનું અભિવાદન કરતા કહ્યું હતું કે હું દેશની જનતાની સામે નતમસ્તક છું. પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે આદિવાસી સમુદાયે કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષોનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે દેશને વિવિધ જાતિઓમાં વહેંચવાની કોશિશ થઈ પરંતુ દેશમાં માત્ર ચાર જ જાતિઓ છે. યુવા, મહિલા, ખેડૂત અને વંચિત. આજની જીતથી આ ચારેય જાતિઓ ખુશ છે.

મહત્વનું છે કે પીએમ મોદી આજે સાંજે ભાજપ મુખ્યાલય દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં હાજર કાર્યકર્તાઓ અને લોકોનું દિલથી અભિવાદન ઝીલ્યું હતું. આ વખતે તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સાથે હતા.

મહત્વનું છે કે આજે આવેલા 4 રાજ્યોના ચૂંટણી પરિણામોમાં 3 રાજ્યોમાં ભાજપનો જ્વલંત વિજય થયો છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ પૂર્ણ બહુમતીથી સરકાર બનાવવા તરફ અગ્રેસર છે. આ દરમિયાન પીએમ મોદી ભાજપની જીતથી ગદગદ થયા હતા અને તેમણે જનતા જનાર્દનનો ટ્વિટ કરીને પણ આભાર માન્યો હતો. જો કે દિલ્હી ભાજપ મુખ્યાલયમાં તેમની સાથે સ્ટેજ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ હાજર રહ્યા હતા

પીએમ મોદીનું ભાજપ મુખ્યાલય ખાતે જોરદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ પીએમ મોદીને પર પોતાનો પ્રેમ વરસાવી તેમના નામના નારા લગાવ્યા હતા. મહત્વનું છે કે આ વખતે સ્ટેજ પર પીએમ મોદીનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્ટેજ પર એક વાક્ય લખવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું, સપને નહીં હકીકત બુનતે હૈં, તભી તો સભી મોદી કો ચુનતે હૈં. 


  • Follow us on: