- પીએમ મોદી બે દિવસ હતા દુબઇના પ્રવાસે
- પીએમ મોદી સહિત વિશ્વના દેશો રહ્યા હતા હાજર
- ક્લાઇમેટ ચેન્જને લઇને તમામ દેશોએ સાથે રહીને કામ કરવા ઉત્સાહિત
પીએમ મોદીએ 30 અને 1લી ડિસેમ્બર અમે બે દિવસ દુબઇના પ્રવાસે ગયા હતા. અહીં તેઓ વિશ્વના નેતાઓ સાથે મળીને ક્લાઇમેટ ચેન્જ જેવા ગંભીર વિષય સામે લડવા વિશ્વ આખુ એક થયુ હતું. પીએમ મોદીએ દુબઇ સાથે પોતાના સંબંધોની ચર્ચા કરી. આ ઉપરાંત જળવાયુ પરિવર્તન સામે લડાઇ માટે પણ વિવિધ સમીક્ષા કરી હતી. ત્યારે પીએમ મોદીએ 2 દિવસની આખી યાત્રાને 2 મિનિટના વીડિયોમાં દર્શાવી હતી. જેનો વીડિયો તેમણે ટ્વિટ પર શેર કર્યો છે.
2 મિનિટમાં બે દિવસની યાત્રાની પળો કરી શેર
પીએમ મોદીએ વીડિયો શેર કરીને દુબઇનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ લખ્યુ કે #COP28 સમિટ પ્રોડક્ટિવ સમિટ રહી. ચાલો આપણે બધા એક સારા પ્લેનેટ માટે સાથે મળીને કામ કરતા રહીએ. આ સાથે જ વીડિયો શેર કર્યો જેમાં દ્વિપક્ષીય મીટિંગ્સની ઝલક, વૈશ્વિક નેતાઓ સાથેની વાતચીત અને તેમના શિખર સંમેલનમાં ક્લાઈમેટ ચેન્જ સામે તમામ દેશોના યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વીડિયોમાં, પીએમ મોદી દુબઈમાં COP28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટની બાજુમાં ઘણા વિશ્વ નેતાઓ સાથે હાથ મિલાવતા અને હાથ જોડતા જોવા મળ્યા હતા.
કિંગ્સ ચાર્લ્સ સાથે કરી મુલાકાત
પીએમ મોદીએ અન્ય એક પોસ્ટમાં જણાવ્યું કે દુબઈમાં, મને કિંગ ચાર્લ્સ સાથે વાર્તાલાપ કરવાની તક મળી, જેઓ હંમેશા પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ તરફ જુસ્સાદાર છે. તેઓ ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ અવાજ છે.









