• આજે ગંગા સપ્તમીનો પાવન અવસર
  • પીએમ મોદી દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા
  • ગંગા આરતી અને કર્યુ પૂજન

વારાણસીથી પીએમ મોદી ભાજપના ઉમેદવાર છે. તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલા પીએમ મોદીએ ગંગા સપ્તમની અવસર પર મા ગંગાની આરતી અને પૂજા કરી હતી. પીએમ મોદી  દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. મહત્વનું છે કે  ગંગા સપ્તમીને ગંગાના અવતરણનો દિવસ માનવામાં આવે છે. આ દિવસનું ઘણું મહત્વ છે, તેથી વડાપ્રધાન માતા ગંગાની પૂજા કરવા ઘાટ પર પહોંચ્યા હતા. 

વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી પૂજા

[[$googlead]]

પીએમ મોદીએ દશાશ્વમેઘ ઘાટ પરથી પંડિતોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરી. પુષ્પ, જળ સહિત વિધિસર પૂજા કરી. 

[[$alsoread]]

વારાણસી પહોંચ્યા ભાજપના દિગ્ગજો

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ સહિતના એનડીએ નેતાઓ ગઠબંધનની બેઠકમાં હાજરી આપવા વારાણસીની એક હોટલમાં પહોંચ્યા. મહત્વું છે કે પીએમ મોદી ઉમેદવારી ફોર્મ ભરવા જશે તે દરમિયાન ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળશે. 20 કેન્દ્રીય મંત્રીઓ સહિત 12 રાજ્યોના સીએમ હાજરી આપવાના છે.  યુપીના સીએમ યોગી આદિત્યનાથ, બિહારના સીએમ નીતિશ કુમાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, રાજસ્થાનના સીએમ લાલો પણ હાજર રહ્યા હતા શર્મા, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, હરિયાણાના મુખ્યમંત્રી નયાબ સિંહ સૈની, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા ઉપસ્થિત રહેશે.

  • Follow us on: