• પીએમ મોદીએ કાલ ભૈરવ મંદિરમાં કર્યા દર્શન
  • કાશી કોરિડોરના ઉદ્ઘાટન વખતે પણ કરી હતી પૂજા
  • શુભ કાર્યો પહેલા કાલ ભૈરવની પૂજા કરવાની છે માન્યતા

કાશીના દશાશ્વમેઘ ઘાટ પર ગંગા પૂજા કર્યા બાદ પીએમ મોદી ક્રૂઝમાં સવાર થઇને નમો ઘાટ પહોંચ્યા હતા.પીએમ મોદી કાલ ભૈરવના મંદિરે આશીર્વાદ મેળવવા પહોંચ્યા હતા. ચુસ્ત સુરક્ષા વચ્ચે પીએમનો કાફલો પસાર થયો હતો.  પીએમ મોદી તે દરમિયાન હાથ જોડીને ગાડીમાં બેઠા બેઠા જ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. 

કાલભૈરવના લીધા આશીર્વાદ

[[$googlead]]

પીએમ મોદીએ કાલભૈરવ મંદિરમાં આરતી અને પૂજા કરી. ભગવાનને શિશ ઝૂકાવીને આશીર્વાદ લેતા જોવા મળ્યા. પીએમ મોદીનું સીએમ યોગી આદિત્યનાથ દ્વારા ફુલહાર પહેરાવીને મંદિરમાં સ્વાગત કર્યુ હતું. 

[[$alsoread]]

કાશીમાં ચાલે છે કાલભૈરવની મરજી

કાશીમાં એક બહુ જૂની કહેવત છે કે પહેલા કાશી કોટવાલની પૂજા કરો અને પછી કામ કરો. જી હા, એવી ધાર્મિક માન્યતા છે કે આ શહેરમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા 'કાશી કોટવાલ' એટલે કે બાબા કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. એટલા માટે પીએમ મોદી નરેન્દ્ર મોદી પણ 13 ડિસેમ્બર 2021ના રોજ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન પહેલા કાલ ભૈરવની પૂજા કરવા પહોંચ્યા હતા. એવું કહેવાય છે કે કાશી શહેરમાં કાલ ભૈરવની ઈચ્છા પ્રવર્તે છે. ભગવાન શિવની પૂજા કરતા પહેલા પણ અહીં તેમની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે પણ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પીએમ મોદીએ કાલ ભૈરવના મંદિરમાં પૂજા કરી હતી. 

  • Follow us on: