- છઠ મૈયા સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે: મોદી
- કિસાન કુસુમ યોજના હેઠળ સોલાર પંપ લગાવાયા: PM મોદી
- સોલાર એનર્જીના ક્ષેત્રમાં દુનિયા ભવિષ્ય જોઈ રહી છે: મોદીની મન કી બાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. મન કી બાતનો આ 94મો એપિસોડ હશે. દર વખતની જેમ સવારે 11 વાગ્યે પ્રસારિત થયો. આની પહેલા 25 સપ્ટેમ્બરે પીએમ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે જોડાયા હતા. આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી અને ચંદીગઢ એરપોર્ટનું નામ ભગત સિંહના નામ પર કરવાનું એલાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે 2014થી દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે જોડાય છે.
PM મોદીએ દેશવાસીઓને છઠ્ઠ પૂજાની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ્ઠ પૂજા નહોતી થતી. હવે ગુજરાતમાં પણ છઠ્ઠ પૂજા ઉજવાય છે. વિદેશોમાંથી પણ છઠ્ઠ પૂજાની ભવ્ય તસવીરો આવે છે. આ મહાપર્વમાં સામેલ થનાર સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા.
મોદીએ કહ્યું કે અત્યારે સૂર્ય ઉપાસનાની વાત કરી. શું કામ આપણે તેમના વરદાનની કેમ વાત ના કરીએ. સૌર ઉર્જા એટલે કે સોલાર એનર્જી, જેમાં આખી દુનિયા ભવિષ્ય જોઇ રહી છે. આજે આપણે સૌરઉર્જા સાથે બેલી બનાવવાના છીએ. તામિલનાડુમાં એક ખેડૂત છે તેમણે PM કુસુમ યોજનાનો લાભ લીધો અને ખેતરમાં સોલાર પંપ સેટ લગાવ્યો. હવે તેમને વીજળી પર ખર્ચ કરવો પડતો નથી. અનેક ગામોમાં સૌરઉર્જાથી રોજગારના અવસર વધ્યા.
પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતના મોઢેરામાં સોલારથી ગામના લોકોને કમાણી થાય છે. ઘણા શહેરના લોકો મને ચિઠ્ઠી લખી રહ્યા છે કે અમારા ગામમાં પણ સોલાર ઉર્જાનો ઉપયોગ થાય. તેની શરૂઆત મોઢેરાથી થઇ.
મોઢેરા ગામના વર્ષા બહેન સાથે PM મોદીએ વાત કરી. તેઓ ફોજી પરિવારના પત્ની છે. વર્ષા બહેને કહ્યું કે મને રાજસ્થાન, ગાંધીનગર, જમ્મુ, કટરામાં રહેવાનો મોકો મળ્યો. તેમ કહ્યું તો પીએમ મોદીએ કહ્યું કે તમે હિન્દી બહુ સરસ બોલો છે. મોઢેરામાં પરિવર્તન આવ્યું તેના માટે તમને શું ફાયદો થયો? તો વર્ષાબહેને કહ્યું કે અમારા ગામમાં રોજ દિવાળી મનાવાય છે. અમે ઇલેક્ટ્રિક વસ્તુઓ લાવી રાખી. તમારા હિસાબે અમને ફાયદો છે. અમને હવે કોઇ મુશ્કેલી જ નથી. વોશિંગ મશીન, એસી ચલાવી શકીએ છીએ. ગામના લોકો પણ ખૂબ જ ખુશ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સ્પેસ સેક્ટરમાં આગળ વધી રહ્યું છે. ભારતે એક સાથે 36 સેટેલાઈટ લોન્ચ કર્યા. બિન સરકારી કંપનીઓને પણ સ્પેસ સેક્ટરમાં અવસર. યુવાઓની પ્રતિભા દેશને આગળ લઈ જશે. જય અનુસંધાનથી દેશના યુવાઓ જોડાયા છે. સ્ટૂડન્ટ પાવરથી ભારત પાવરફૂલ બનશે. IIT કાનપુર, IIT મદ્રાસની 5G લોન્ચિંગમાં ભૂમિકા. IITના વિદ્યાર્થીઓ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા મિશન લાઈફ લોન્ચ કર્યું. આપણે સૌએ મિશન સાઈફને અપનાવવાની જરૂર.
આવતીકાલે દેશ રાષ્ટ્રીય એકતા દિવસ મનાવશે. આ વખતે રાષ્ટ્રીય રમતોનું સૌથી મોટું આયોજન થયું. રાષ્ટ્રીય રમતોમાં 60 નવા રેકોર્ડ બન્યા છે.









